Home / Lifestyle / Travel : Alert for pilgrims going to Chardham

ચારધામ જતા યાત્રિકો માટે એલર્ટ, રીલ-વીડિયો બનાવવા પર પ્રતિબંધ, VIP દર્શન પર રોક

ચારધામ જતા યાત્રિકો માટે એલર્ટ, રીલ-વીડિયો બનાવવા પર પ્રતિબંધ, VIP દર્શન પર રોક

ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. 10 મેના રોજ કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ ખોલવામાં આવ્યા હતા. 12મી માર્ચે બદ્રીનાથના દ્વાર ખોલવામાં આવ્યા હતા. ત્યારથી સતત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રાએ જઈ રહ્યા છે. ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં 26 લાખથી વધુ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. 3 લાખથી વધુ લોકોએ ચારધામના દર્શન કરી ચૂક્યા છે. ચારધામ યાત્રાની શરૂઆતથી અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા ચાર લોકો ડાયાબિટીસ તેમજ બ્લડપ્રેશરથી પીડાતા હતા. એવા ઘણા ભક્તો છે જેઓ નોંધણી વગર ચારધામના દર્શન કરવા અથવા ફક્ત કેદારનાથ અને બદ્રીનાથના દર્શન કરવા ગયા છે. જેના કારણે લોકોને ચારધામ તરફ જતા માર્ગો પર ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ચારધામ મંદિર પરિસરમાં વીડિયોગ્રાફી અને રીલ બનાવવા પર પ્રતિબંધ

કેટલીક જગ્યાએ ચારધામ તરફ જતા વિવિધ માર્ગો પર ટ્રાફિક જામ છે તો કેટલીક જગ્યાએ શ્રદ્ધાળુઓને કલાકો સુધી લાંબી કતારોમાં ઉભા રહીને રાહ જોવી પડે છે. ચારધામ યાત્રા દરમિયાન વહીવટીતંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ છે. આવી સ્થિતિમાં ચારધામ યાત્રા પર જતા શ્રદ્ધાળુઓએ નોંધ લેવું જોઈએ કે હવે વહીવટીતંત્રે એક મહત્ત્વપૂર્ણ અને મોટો નિર્ણય લીધો છે. 

ઉત્તરાખંડના મુખ્ય સચિવ રાધા રતુરીએ ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડને જોતા VIP દર્શન પરનો પ્રતિબંધ 31 મે સુધી લંબાવ્યો છે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે જે શ્રદ્ધાળુઓ લાંબી કતારોમાં ફસાયેલા છે અને વિરોધ કરવા લાગ્યા છે તેઓ ચારેય ધામના દર્શન કરી શકે. રાધા રાતુરીએ આવો જ વધુ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવે ચારધામ મંદિરોના કાર્યક્ષેત્રમાં વીડિયોગ્રાફી, ફોટોગ્રાફી કે રીલ બનાવવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ચારધામ યાત્રા પર હવે તમે રીલ બનાવી શકશો નહીં

આદેશ મુજબ ચારધામ મંદિરની 50 મીટરની ત્રિજ્યામાં સોશિયલ મીડિયા માટે રીલ બનાવવા અને વીડિયોગ્રાફી કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ અંગેના આદેશ પ્રવાસન સચિવ અને ગઢવાલ ડિવિઝનના કમિશનર, ડીએમ અને એસપીને પણ મોકલવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં જો શ્રદ્ધાળુઓ કે યાત્રીઓ ચારધામ મંદિરના 50 મીટરની અંદર ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી અને રીલ બનાવતા જોવા મળે તો તેમની સામે વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી શકે છે.

જે ભક્તો ચારધામ યાત્રા પર જવાનું વિચારી રહ્યા છે, તેઓએ તેમની મુસાફરી થોડા સમય માટે મુલતવી રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. આટલું જ નહીં જો તમે ચારધામની યાત્રા પર જવાના હોવ તો રજીસ્ટ્રેશન વગર ન જાવ તો સારું રહેશે. કારણ કે ચારધામ યાત્રા દરમિયાન ખોરવાઈ ગયેલી વ્યવસ્થાનું કારણ તે લોકો પણ છે જેઓ નોંધણી વગર મોટી સંખ્યામાં દેવભૂમિ પહોંચ્યા હતા. જેના કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

 

Related News

Icon