
મહા કુંભ મેળો આવતા વર્ષે એટલે કે જાન્યુઆરી 2025માં યોજાવા જઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે મહા કુંભ મેળો 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. મહા કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે ચાર સ્થળો પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક વગેરેમાંથી એક સ્થળે થાય છે. આ વખતે યુપીના પ્રયાગરાજમાં મહા કુંભ મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. આ મેળો માત્ર ધાર્મિક પ્રસંગ નથી પણ એક સાંસ્કૃતિક અને સામાજિક તહેવાર પણ છે.
આ પણ વાંચો: રોક ક્લાઈમ્બિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટી કરવી ગમે છે? તો ભારતના આ સ્થળોની લો મુલાકાત
આ વખતે, જો તમે કુંભ સ્નાન કરવાનું આયોજન કર્યું છે, તો તમારે તેના માટે અગાઉથી કેટલીક ખાસ તૈયારીઓ કરવી જોઈએ. આ વખતે સંગમ કાંઠે 40 કરોડથી વધુ લોકો શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવા માટે એકઠા થશે. આવી સ્થિતિમાં, આ અદ્ભુત અનુભવમાં ભાગ લેવા માટે યોગ્ય તૈયારી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે જેથી કરીને તમે આ પ્રવાસ આરામથી અને સુરક્ષિત રીતે પૂર્ણ કરી શકો.
ટ્રેનની ટિકિટ બુક કરો
મહા કુંભ મેળામાં જતા પહેલા સૌથી મહત્ત્વની બાબત એ છે કે તમે તમારી ટ્રેનની ટિકિટ અગાઉથી બુક કરાવી લો. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ રેલ્વેએ તેના બુકિંગ નિયમોમાં ફેરફાર કર્યો છે, જેમાં તમે બે મહિના પહેલા ટિકિટ બુક કરાવી શકશો. મહા કુંભ મેળામાં દેશ-વિદેશના લોકો આવે છે, તેથી કોઈપણ પ્રકારની અસુવિધાથી બચવા માટે, ટિકિટ અગાઉથી બુક કરો.
ગરમ કપડા અને ડોક્યુમેન્ટ સાથે રાખો
મહા કુંભ મેળાનું આયોજન શિયાળામાં થાય છે. તેથી તમારે ગરમ કપડા અને આરામદાયક પગરખાની જરૂર પડશે. આ સિવાય તમારી સુરક્ષા માટે ઓળખ કાર્ડ અને ટિકિટ જેવા મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ રાખો. મહા કુંભ મેળામાં એકલા ન જાવ, કારણ કે સ્નાન દાન દરમિયાન ભીડમાં તમારા મ્હત્ત્ત્વપૂર્ણ સામાનની સુરક્ષા કરવી મુશ્કેલ બનશે.
દવાઓ અને નાસ્તો
તમે તમારી સાથે નાસ્તો રાખી શકો છો. આ સાથે, પાણી, દવાઓ અને ફર્સ્ટ એઇડ કીટને નાની બેગમાં પેક કરી લો. કોઈપણ મેડિકલ ઈમરજન્સીનો સામનો કરવા માટે આ બધી વસ્તુઓ જરૂરી છે.
હોટલ બુક કરો
આ સાથે, મહા કુંભ મેળામાં જતા પહેલા, તમારે ત્યાં રોકવા માટે અગાઉથી લોજ અથવા હોટલ બુક કરાવી લેવા જોઈએ. આ માટે યુપી સરકાર દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તમે તેને વેબસાઈટ www.upstdc.co.in પર ઓનલાઈન બુક કરી શકો છો.