
આજકાલ મુસાફરી સંબંધિત એક ટ્રેન્ડ પ્રચલિત છે જેમાં ઘણા ટ્રાવેલ ગ્રુપ અને એજન્સીઓ પ્રવાસીઓને સૌથી આકર્ષક ટ્રાવેલ પેકેજો વિશે જણાવીને તેમની સાથે મુસાફરી કરવા માટે મનાવતા હોય છે. આ પેકેજો જોઈને ઘણા લોકો મુસાફરી કરવા માટે તૈયાર થઈ જાય છે. ઘણા લોકોને એવું લાગે છે કે આવા ગ્રુપમાં પહેલાથી જ બધી યોજના કરેલી હોય છે, તેથી ટ્રાવેલ ગ્રુપ સાથે મુસાફરી કરવી સરળ રહેશે. જો તમે પણ આવા કોઈ ટ્રાવેલ ગ્રુપ સાથે મુસાફરી કરવા જઈ રહ્યા છો, પહેલા યોગ્ય માહિતી મળેવી લેવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તમે જે ટ્રાવેલ ગ્રુપ સાથે મુસાફરી કરવા જઈ રહ્યા છો તેમને કેટલાક સવાલ જરૂર પૂછી લો.
આ પણ વાંચો: નૈનિતાલ કરતા પણ વધુ સુંદર છે રાજસ્થાનના આ 2 તળાવો, તેની મુલાકાત લેવા દેશ-વિદેશથી આવે છે પ્રવાસીઓ
રહેવું અને જમવું
જ્યારે કોઈ ટ્રાવેલ ગ્રુપ દાવો કરે છે કે તે તમને સૌથી ઓછી કિંમતે શ્રેષ્ઠ હોટેલ રહેવાની વ્યવસ્થા પૂરી પાડી શકે છે, ત્યારે તમારે હોટેલ અને તેના રૂમના ફોટોગ્રાફ્સ માંગવા જોઈએ. જો તમે બીજા વ્યક્તિને પૈસા આપ્યા હોય તો તમને આ બધી બાબતો વિશે પૂછપરછ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. ભોજનની વાત કરીએ તો, મેનુ અને દિવસમાં કેટલી વખત ભોજન મળશે તે વિશે અગાઉથી જાણી લો, નહીં તો તમારે પછીથી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
કેન્સલેશન અને મેડિકલ પોલિસી
આજકાલ દરેક ટ્રાવેલ ગ્રુપ આવી પોલિસી બનાવે છે પરંતુ તેમના ગ્રાહકોને તેનાથી સંબંધિત દરેક વિગતો જણાવવી શક્ય નથી, તેથી તેમના વિશે વિગતવાર પૂછો. જો શક્ય હોય તો, આ માહિતી લેખિતમાં મેળવો જેથી જ્યારે જરૂર પડે, ત્યારે તમને ઉપયોગી થાય.
કઈ વસ્તુઓનો ખર્ચ તમારે કરવો પડશે?
જો તમે ટ્રાવેલ એજન્સીને પૂછો કે આ પેકેજમાં કેટલો ખર્ચ થઈ રહ્યો છે, તો તેઓ તમને રહેવાની વ્યવસ્થા, ભોજન, ફરવાલાયક સ્થળો વગેરે વિશે જણાવશે, તેથી વધુ સારું રહેશે કે તમે તેમને એવું પૂછો કે મુસાફરી દરમિયાન કેટલો ખર્ચ તમારે જાતે ઉઠાવવો પડશે, પછી તમને ખ્યાલ આવશે કે પ્રખ્યાત સ્થળોની પ્રવેશ ફી, રસ્તામાં ટોલ વગેરે જેવી કેટલી બાબતો માટે તમારે તમારા ખિસ્સામાંથી પૈસા ખર્ચવા પડશે.
નિયમો અને શરતો
જ્યારે ટ્રાવેલ ગ્રુપ પ્રવાસીઓને આકર્ષવા માટે પોસ્ટરો તૈયાર કરે છે, ત્યારે તેમાં બધી સારી બાબતો લખેલી હોય છે. આ ઉપરાંત, નિયમો અને શરતો બારીક અક્ષરોમાં લખેલી હોય છે જેના પર તમે ધ્યાન નથી આપતા. આનાથી તમારા માટે પછીથી સમસ્યાઓ ઊભી થાય છે, કારણ કે આ લખ્યા પછી, કોઈપણ વ્યક્તિ માટે પોતાના શબ્દો પર પાછા ફરવું ખૂબ જ સરળ બની જાય છે. તેથી, આ વિષય વિશે પૂછો.