Home / Lifestyle / Travel : These 4 places of Uttarakhand are best to visit in February

ફેબ્રુઆરી મહિનામાં ફરવા માટે બેસ્ટ છે ઉત્તરાખંડના આ 4 સ્થળો, ત્યાં જઈને મસૂરી અને નૈનિતાલ ભૂલી જશો

ફેબ્રુઆરી મહિનામાં ફરવા માટે બેસ્ટ છે ઉત્તરાખંડના આ 4 સ્થળો, ત્યાં જઈને મસૂરી અને નૈનિતાલ ભૂલી જશો

જાન્યુઆરીના અંતમાં હવામાનમાં ઘણો ફેરફાર થયો છે. હવે ગાઢ ધુમ્મસ અને શીત લહેરથી ઘણી હદ સુધી રાહત મળી છે. હવામાનશાસ્ત્રીઓ કહે છે કે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયાથી હવામાન સ્વચ્છ રહેશે, એટલે કે ફેબ્રુઆરી મહિનામાં સૂર્યપ્રકાશ રહેવાની અપેક્ષા રાખી શકાય છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આવી સ્થિતિમાં, જો તમે ફેબ્રુઆરીમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો ઉત્તરાખંડ તમારા માટે એક સારો વિકલ્પ છે. પરંતુ ઘણી વખત લોકો ઉત્તરાખંડ ફક્ત નૈનિતાલ અને મસૂરીની મુલાકાત લેવા માટે જ જાય છે. આજે અમે તમને ઉત્તરાખંડના 4 સ્થળો વિશે જણાવી રહ્યા છીએ જ્યાં ફેબ્રુઆરીમાં હવામાન સારું હોય છે. 

ફેબ્રુઆરીમાં ઉત્તરાખંડમાં ફરવા માટેના 4 શ્રેષ્ઠ સ્થળો

ઋષિકેશ

આ શહેર તેના કુદરતી સૌંદર્ય, મંદિરો અને રોમાંચક એડવેન્ચર સ્પોર્ટ્સ માટે જાણીતું છે. અહીં તમે રિવર રાફ્ટિંગ, બંજી જમ્પિંગ, ઝિપ-લાઈનિંગ, ટ્રેકિંગ, વિશાળ ઝુલા અને રોક ક્લાઇમ્બિંગ જેવી એક્ટિવિટીનો આનંદ માણી શકો છો. ઋષિકેશમાં પવિત્ર નદી ગંગા પણ છે, જ્યાં તમે બોટિંગ અને પિકનિકનો આનંદ માણી શકો છો. ફેબ્રુઆરી મહિનામાં એડવેન્ચર માટે આ સ્થળ શ્રેષ્ઠ છે.

ચંપાવત

જો તમે ખીણોમાં થોડા દિવસ આરામ કરવા માંગતા હોવ, તો ચંપાવત તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. દિલ્હીથી 7થી 9 કલાકમાં તમે ચંપાવત પહોંચી શકો છો. અહીં તમને લોહાઘાટ તળાવ, ચાના બગીચા અને સુંદર કુદરતી દૃશ્યો જોવા મળશે. જો તમે ચંપાવતમાં થોડા દિવસ માટે પણ જશો, તો તમને પાછા આવવાનું મન જ નહીં થાય.

રાણીખેત

રાણીખેતને પર્વતોની રાણી પણ કહેવામાં આવે છે. તમે અલ્મોરા થઈને રાનીખેત પહોંચી શકો છો. અહીં તમને ઊંચા પર્વતો જોવા મળશે અને સુંદર દૃશ્યો તમારા મનને મોહિ લેશે. રાણીખેતની હરિયાળી અને અહીંની સ્વચ્છતા તમારું દિલ જીતી લેશે.

ઉત્તરકાશી

આ શહેર તેના કુદરતી સૌંદર્ય અને ધાર્મિક મહત્ત્વ માટે જાણીતું છે. અહીં તમે ઉત્તરકાશી મંદિર, વિશ્વનાથ મંદિર, કુટેતી દેવી મંદિર જેવા ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકો છો. ઉત્તરકાશીમાં, તમે હર કી દૂન વેલી અને મુનસિયારી જેવા સ્થળોની પણ મુલાકાત લઈ શકો છો.

Related News

Icon