
આજે (14 ફેબ્રુઆરી) વિશ્વભરમાં વેલેન્ટાઈન ડે મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસે લોકો તેમના પાર્ટનર સામે પ્રેમ વ્યક્ત કરે છે, તેમને ગિફ્ટ આપે છે અથવા ક્યાંક ફરવા કે ડિનર પર લઈ જાય છે. દુનિયાભરમાં ઘણી બધી જગ્યાઓ એવી છે જે ખૂબ જ આકર્ષક અને રોમેન્ટિક છે. આ સ્થળોએ, કપલ્સનો પ્રેમ ખીલે છે. તેઓ એકબીજાની વધુ નજીક અનુભવે છે. ઘણા કપલ્સ તેમનો પ્રેમ વ્યક્ત કરવા માટે આ રોમેન્ટિક સ્થળોમાંથી એક પસંદ કરે છે. કારણ કે આ સ્થળો ફક્ત સુંદર જ નથી, પરંતુ તેમાં પ્રેમ અને રોમાંસની અનુભૂતિ પણ છે. આવી સ્થિતિમાં ચાલો તમને દુનિયાના ચાર સૌથી રોમેન્ટિક સ્થળો વિશે જણાવીએ, જે કપલ્સ માટે સ્વર્ગ સમાન છે.
પેરિસ
પેરિસને પ્રેમનું શહેર કહેવામાં આવે છે. રોમાંસની રાજધાની ગણાતું, આ સ્થળ કપલ્સ માટે એક સ્વપ્ન સમાન બની શકે છે. સદીઓથી, પેરિસના એફિલ ટાવરને બેસ્ટ રોમેન્ટિક સ્થળ માનવામાં આવે છે, જો તમે અહીંની મુલાકાત લો છો, તો તમે તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક પોઝ આપીને ફોટા પડાવી શકો છો. સીન નદીમાં ક્રુઝ સવારીનો આનંદ માણી શકો છો. મોનમાર્ટ્રેની સુંદર શેરીઓમાં હાથમાં હાથ નાખીને ફરી શકો છો.
વેનિસ
ઈટલીનું વેનિસ શહેર તેની સુંદરતા માટે પ્રખ્યાત છે. આ સ્થળ પણ કપલ્સમાં ખૂબ જ લોકપ્રિય છે. વેનિસ પાણીની વચ્ચે વસેલું શહેર છે, જે તેની ગોંડોલા સવારી અને અદ્ભુત સ્થાપત્ય માટે પ્રખ્યાત છે. અહીં ગ્રાન્ડ કેનાલમાં ગોંડોલા સવારીનો આનંદ માણી શકાય છે. સાન માર્કો સ્ક્વેર પર એકબીજા સાથે થોડો સમય વિતાવી શકાય છે.
ઈસ્તાંબુલ
આજકાલ કપલ્સ માટે ઈસ્તાંબુલ પણ એક રોમેન્ટિક સ્થળ બની ગયું છે જ્યાં લોકો બોસ્ફોરસ ડિનર ક્રૂઝ, કામાલિકા હિલ, પિયર લોટી હિલ અને ગલાટા ટાવર પર તેમના પાર્ટનર સાથે વેલેન્ટાઈન વીકનો આનંદ માણવા પહોંચે છે.
સ્વિટ્ઝર્લૅન્ડ
કપલ્સ બરફીલા ખીણોમાં રોમાંસ કરવા માટે સ્વિટ્ઝર્લૅન્ડની મુલાકાત લઈ શકે છે. અહીં ઇન્ટરલેકન અને ઝુરિચની સુંદર શેરીઓમાં ફરી શકાય છે. ટિટલિસ અને જુંગફ્રાઉમાં સ્નો સ્પોર્ટ્સનો આનંદ માણી શકાય છે. કાફેમાં ગરમાગરમ કોફી અને ફોન્ડ્યુનો સ્વાદ માણી શકાય છે.