Home / Lifestyle / Travel : These are the best places for adventure activities in India

રોક ક્લાઈમ્બિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટી કરવી ગમે છે? તો ભારતના આ સ્થળોની લો મુલાકાત

રોક ક્લાઈમ્બિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટી કરવી ગમે છે? તો ભારતના આ સ્થળોની લો મુલાકાત

ઘણા લોકો મુસાફરી કરવાનું પસંદ કરે છે, આ સિવાય કેટલાક લોકોને એડવેન્ચર એક્ટિવિટી કરવી ગમે છે. આ માત્ર એક સફર નથી પણ એક અલગ અનુભવ છે, આ પળો હંમેશા યાદ રહે છે. એડવેન્ચર એક્ટિવિટીમાં ટ્રેકિંગ, સ્કાય ડાઈવિંગ, સ્કુબા ડાઈવિંગ અને ઘણી બધી એક્ટિવિટીનો સમાવેશ થાય છે. લોકો તેમના મિત્રો સાથે આવા સ્થળોએ જવાનું વિચારે છે જેથી તેમને આ બધી એક્ટિવિટી કરવાનો મોકો મળે. ભારતમાં આવી ઘણી જગ્યાઓ છે, જ્યાં તમે એડવેન્ચર એક્ટિવિટીનો આનંદ માણી શકો છો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ પણ વાંચો: પરિવાર સાથે બજેટમાં લઈ શકશો દક્ષિણ ભારતના સુંદર સ્થળોની મુલાકાત, IRCTC લાવ્યું છે ટૂર પેકેજ

ઋષિકેશ

તમે ઋષિકેશ જઈ શકો છો. અહીં તમને બાઈકિંગ, રિવર રાફ્ટિંગ અને વોટર ફોલ ટ્રેકિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટી કરવાની તક મળી શકે છે. સપ્ટેમ્બરથી નવેમ્બર અને માર્ચથી મે મહિના ઋષિકેશ રિવર રાફ્ટિંગ માટે બેસ્ટ સમય છે. આ સિવાય અહીં ફરવા માટે ઘણી બધી જગ્યાઓ છે. તમે પ્રકૃતિમાં શાંતિથી સમય પસાર કરવા માટે કોઈપણ સિઝનમાં અહીં જવાનો પ્લાન બનાવી શકો છો.

બીર બિલિંગ

હિમાચલ પ્રદેશનું બીર બિલિંગ ફરવા માટે ખૂબ જ સુંદર સ્થળ છે. અહીં ઉનાળા દરમિયાન પેરાગ્લાઈડિંગ, કેમ્પિંગ, ટ્રેકિંગ, હેંગ ગ્લાઈડિંગ અને માઉન્ટેન બાઈકિંગ જેવી ઘણી એડવેન્ચર એક્ટિવિટી કરવાની તક મળી શકે છે. આ સ્થળ ધર્મશાલાથી 50 કિલોમીટર અને મનાલીથી 180 કિલોમીટરના અંતરે આવેલું છે.

નૈનીતાલ

જો તમને મુસાફરી કરવાની સાથે એડવેન્ચર એક્ટિવિટી કરવાનો પણ શોખ હોય તો તમે તળાવોના શહેર તરીકે પ્રખ્યાત નૈનીતાલ પણ જઈ શકો છો. અહીંથી 15 કિલોમીટરના અંતરે સ્થિત પંગોટમાં તમને કેમ્પિંગ ટ્રિપ કરવાનો મોકો મળી શકે છે. અહીં તમને ટ્રેકિંગ, બર્મા બ્રિજ, રેપેલિંગ, ટારઝન સ્વિંગ જેવી ઘણી એક્ટિવિટી કરવાનો મોકો મળી શકે છે. નૈનીતાલમાં ઘણા સ્થળોએ, તમને પેરાગ્લાઈડિંગ, રિજ કેમ્પિંગ, રોક ક્લાઈમ્બિંગ, પેરાસેલિંગ, ઘોડેસવારી અને જોર જોર્બિંગ જેવી ઘણી એક્ટિવિટી કરવાની તક મળી શકે છે.

મનાલી

ઘણા લોકો મનાલી ફરવા માટે જાય છે પરંતુ તેની સાથે અહીં એડવેન્ચર એક્ટિવિટી કરવાનો મોકો મળી શકે છે. અહીં વોટર રાફ્ટિંગ, ઝિપલાઈન, પેરાગ્લાઈડિંગ, સ્કીઈંગ અને સ્નો બોર્ડિંગ અને ટ્રેકિંગ જેવી ઘણી એક્ટિવિટી કરવાનો મોકો મળી શકે છે. જો તમે હિમવર્ષા સમયે થતી એક્ટિવિટીનો આનંદ લેવા માંગતા હોવ તો તમે ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિનામાં અહીં જઈ શકો છો. 


Icon