Home / Lifestyle / Travel : Things to keep in mind for first foreign Trip

Travel Tips / પહેલીવાર કરી રહ્યા છો વિદેશ પ્રવાસ? તો કામ આવશે આ મહત્ત્વપૂર્ણ બાબતો, યાદગાર બની જશે સફર

Travel Tips / પહેલીવાર કરી રહ્યા છો વિદેશ પ્રવાસ? તો કામ આવશે આ મહત્ત્વપૂર્ણ બાબતો, યાદગાર બની જશે સફર

વિદેશ પ્રવાસ પર જવાનું દરેક વ્યક્તિનું સપનું હોય છે. પરંતુ જો તમે પહેલીવાર વિદેશ પ્રવાસ પર જઈ રહ્યા છો તો કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. પાસપોર્ટ અને વિઝા સંબંધિત ડોક્યુમેન્ટ અંગે સાચી માહિતી, સ્થાનિક ચલણ, ખર્ચનું આયોજન, કાનૂની માહિતી રાખવી અને સંસ્કૃતિને સમજવી તમારી મુસાફરીને સરળ બનાવી શકે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઉપરાંત, ફ્લાઈટ બુકિંગથી લઈને હોટેલમાં રહેવા સુધીની દરેક બાબતમાં સાવધાની રાખવી જરૂરી છે. કોઈપણ પ્રકારની મુશ્કેલીથી બચવા માટે, તમે આ ટિપ્સ અપનાવીને તમારી સફરને યાદગાર બનાવી શકો છો. ચાલો તે ટિપ્સ વિશે વિગતવાર જાણીએ.

વિદેશ પ્રવાસ પર જતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો

પાસપોર્ટ સાચવીને રાખો

વિદેશ જવા માટે સૌથી મહત્ત્વની વસ્તુ પાસપોર્ટ છે. પહેલા તેને બેગમાં મૂકો. જો મુસાફરી દરમિયાન તમારો સામાન ચોરાઈ જાય કે ખોવાઈ જાય, તો આવી પરિસ્થિતિમાં મુશ્કેલી ટાળવા માટે તમારા પાસપોર્ટની એક કોપી તમારી સાથે રાખો. જો તમારી પાસે એક કોપી હશે, તો તમારા માટે તમારી નાગરિકતા સાબિત કરવી સરળ બનશે.

ફર્સ્ટ એઈડ બોક્સ સાથે રાખો

વિદેશનું હવામાન અને વાતાવરણ ક્યારેક તમને બીમાર કરી શકે છે. ત્યાંની મેડિકલ ફેસીલીટી ખૂબ મોંઘી હોઈ શકે છે, તેથી ડોક્ટર અને વીમા સંબંધિત તમામ જરૂરી ડોક્યુમેન્ટ તમારી પાસે રાખવાનું વધુ સારું રહેશે. જો તમે કોઈ ગંભીર બીમારીથી પીડિત નથી, તો ચોક્કસપણે ફર્સ્ટ એઈડ બોક્સ સાથે રાખો.

જે-તે દેશ વિશે રિસર્ચ કરો

જો તમે કોઈ દેશને ફક્ત જોવા જ નહીં પરતું તેને જાણવા અને સમજવા પણ માંગતા હોવ, તો તેના પર સંપૂર્ણ રિસર્ચ કર્યા પછી જ ત્યાં જાઓ. તમે તમારી ડાયરીમાં મહત્ત્વપૂર્ણ વિગતો નોટ પણ શકો છો.

ફિટ રહેવું પણ જરૂરી છે

વિદેશ પ્રવાસ માટે ફિટ રહેવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ક્યારેક તમારે લાંબા સમય સુધી ચાલવું પડી શકે છે. જેના કારણે, જો તમે ફિટ ન હોવ તો સમસ્યા વધી શકે છે.

હવામાન વિશે જાણકારી મેળવો

પ્રવાસનું આયોજન કરતી વખતે, ત્યાંના હવામાન વિશે સંપૂર્ણ રિસર્ચ કરો અને પછી તે મુજબ તમારું પેકિંગ શરૂ કરો.

પેકિંગ ઓછું કરો

વિદેશ પ્રવાસ કરતી વખતે ઓછામાં ઓછો સામાન સાથે રાખો. એવા કપડા પેક કરો જે તમે ઘણી રીતે પહેરી શકો. કારણ કે વિદેશ મુસાફરી દરમિયાન શોપિંગ પણ થઈ જાય છે. તેથી તમારે પાછા ફરતી વખતે એરપોર્ટ પર વધારાનો ખર્ચ ચૂકવવો પડી શકે છે.

સ્થાનિક ભાષા શીખો

જો તમે એવા સ્થળે પર જઈ રહ્યા છો જ્યાં અંગ્રેજી બોલાતું નથી, તો તમારા ફોન અથવા ડાયરીમાં સ્થાનિક ભાષામાં તમારી હોટલનું નામ અને સરનામું લખેલું રાખો. આનાથી ટેક્સી લેતી વખતે થતી સમસ્યાઓ ઓછી થશે. તમે સરળતાથી સંપર્ક કરી શકશો. શક્ય હોય તો થોડી સ્થાનિક ભાષા શીખવાનો પ્રયાસ કરો.

ચાર્જર અને પાવર બેંક સાથે રાખો

વિવિધ દેશોમાં વિવિધ પ્રકારના પ્લગ હોય છે. તેથી, જો તમે વિદેશમાં તમારા ફોનનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમારી સાથે USB ચાર્જર રાખો અને પાવર બેંક પણ અવશ્ય સાથે રાખો.

નિયમો અને કાયદાઓનું પાલન કરો

વિદેશ પ્રવાસ કરતી વખતે, સ્થાનિક લોકો સાથે સારો વ્યવહાર કરો. ઉપરાંત, ત્યાંના નિયમો અને કાયદાઓનું કડક પાલન કરો.

Related News

Icon