
ગુજરાતમાં ગુનાખોરી દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. તેવામાં લીંબડીમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં દિનદહાડે લૂંટના બનવથી ચકચાર મચી જવા પામ્યો છે. અજાણ્યા શખ્સો દ્વારા સોનાના દાગીના સહિત રોકડ રકમની લૂંટ ચલાવી હતી.
સુરેન્દ્રનગરમાં લીંબડી જૈન દેરાસર પાસે આવેલ જ્વેલર્સની દુકાનમાં દિનદહાડે લુંટના બનાવથી ચકચાર મચ્યો છે. મિલન જ્વેલર્સ નામની દુકાનમાં કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા લૂંટ મચાવવામાં આવી હતી. જ્વેલર્સની દુકાનમાં અંદાજે 3 જેટલા અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી સોની વેપારીને માર મારી લૂંટ ચલાવવામાં આવી હતી. શખ્સો દ્વારા સોનાના દાગીના સહિત રોકડ રકમની લૂંટ ચલાવી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત સોની વેપારીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.