
સુરેન્દ્રનગરના લીંબડીમાં આવેલી સેન્ટ થોમસ શાળા વિવાદમાં ફસાઈ ગઈ છે. વાલીઓએ શાળા સંચાલકો પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તેમનું કહેવું છે કે જે વિદ્યાર્થીઓએ શાળાની ફી ભરી નથી, તેમને હોલ ટિકિટ આપવામાં નથી આવી રહી. વાલીઓનો દાવો છે કે શાળા સંચાલકોએ મેસેજ કરીને સ્પષ્ટ જણાવ્યું હતું કે ફી ભર્યા બાદ જ હોલ ટિકિટ મળશે.
મેસેજ કરીને સ્પષ્ટ જણાવ્યું હતું કે ફી ભર્યા બાદ જ હોલ ટિકિટ મળશે
આ નિર્ણયને કારણે અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું હોવાની ચિંતા વાલીઓએ વ્યક્ત કરી છે.વધુમાં, વાલીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે શાળાએ અચાનક નિયમોમાં ફેરફાર કર્યા છે.
ફી ન ભરનારા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની મંજૂરી નથી
ફી ન ભરનારા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની મંજૂરી નથી આપવામાં આવતી. આ મામલે વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે, અને તેઓ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. આ ઘટનાએ શાળા પ્રશાસનની કામગીરી પર પણ સવાલો ઉભા કર્યા છે.