હવામાન વિભાગ અનુસાર બનાસકાંઠા જિલ્લામાં ગતમોડી રાતથી વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો હતો. જોતજોતામાં સર્વત્ર મુશળાધાર વરસાદ શરૂ થયો હતો. જેમાં જિલ્લાભરમાં છેલ્લા 39 કલાકના સમયગાળામાં સૌથી વધુ વડગામ તાલુકામાં જાણે આભ ફાટયું હોય તેમ અંદાજીત 12 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં ચારેકોર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી.

