ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ રાજ્યના લગભગ 3,000 એલએલબી વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે. ઇન્સ્પેક્શનના અભાવે માન્યતા ન મળેલી કોલેજોના વિદ્યાર્થીઓને પણ હવે સનદ આપવામાં આવશે. તેવો ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની એજ્યુકેશન કમિટીએ મહત્વનો નિર્ણય લીધો છે.
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની એજ્યુકેશન કમિટીએ લીધેલા આ મહત્ત્વના નિર્ણયથી 3000 જેટલા વિદ્યાર્થીઓને તેમની સનદ મળી શકશે. આ વિદ્યાર્થીઓને સનદ મળતાં તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. ગુજરાત બાર કાઉન્સિલે આ નિર્ણયના અમલ માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. આજથી જ બાર કાઉન્સિલ અવિરત કાર્યરત રહેશે અને આખું સપ્તાહ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓને ઝડપથી સનદ મળે તે માટે જરૂરી વહીવટી સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે.