Home / India : Finance Bill 2025 passed in Lok Sabha with 35 amendments

લોકસભામાં 35 સુધારા સાથેના પાસ થયું ફાઈનાન્સ બિલ, કસ્ટમ ડ્યૂટીમાં રાહત સહિત મળશે આ લાભ

લોકસભામાં 35 સુધારા સાથેના પાસ થયું ફાઈનાન્સ બિલ, કસ્ટમ ડ્યૂટીમાં રાહત સહિત મળશે આ લાભ

લોકસભામાં આજે 35 સરકારી સુધારા સાથે ફાઈનાન્સ બિલ 2025ને મંજૂરી આપવામાં આવી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં સંશોધન સાથેનું ફાઈનાન્સ બિલ 2025 રજૂ કર્યું હતું. લોકસભામાં મંજૂરી મળ્યા બાદ હવે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઓનલાઈન જાહેરાતો પર લાગુ 6 ટકા ડિજિટલ ટેક્સ નાબૂદ

ફાઈનાન્સ બિલમાં 35 સુધારાઓ પૈકી એક સુધારો ઓનલાઈન જાહેરાતો પર લાગુ 6 ટકા ડિજિટલ ટેક્સ નાબૂદ કરવાની જોગવાઈ સામેલ છે. રાજ્યસભામાં બિલને મંજૂરી મળી તો 2025-25 માટેની બજેટ પ્રક્રિયામાં નવા સુધારેલા ફાઈનાન્સ બિલનો સમાવેશ કરવામાં આવશે. યુનિયન બજેટ 2025-26માં સરકારે કુલ રૂ. 50.65 લાખ કરોડનો ખર્ચ કરવાનો અંદાજ મૂક્યો છે. જે ચાલુ નાણાકીય વર્ષ કરતાં 7.4 ટકા વધુ છે.

સાત કસ્ટમ ટેરિફ દૂર કરવાની જોગવાઈ

સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા તેમજ ટેરિફમાં સુધારો કરવાના ઉદ્દેશ સાથે ફાઈનાન્સ બિલ 2025 રજૂ કરવામાં આવ્યું હતું. નિર્મલા સીતારમણે જણાવ્યા પ્રમાણે, તેમાં કસ્ટમ ડ્યૂટીમાં ફેરફારો, તદુપરાંત નીચા ઉત્પાદન ખર્ચ અને ડ્યુટીમાં ઘટાડો કરવા સાત કસ્ટમ ટેરિફ દૂર કરવાની જોગવાઈ સામેલ છે. 

કસ્ટમ ડ્યૂટીમાં આપી રાહત

નવા ફાઈનાન્સ બિલમાં આયાતકારો સેસ અથવા સરચાર્જમાં રાહતનો લાભ મેળવી શકશે. જો કે, બંનેનો લાભ એકસાથે મળશે નહીં. સ્થાનિક ઉત્પાદનને ટેકો આપવા માટે સરકારે ઈવી બેટરી માટે જરૂરી 35 વધારાના કેપિટલ ગુડ્સ અને મોબાઈલ મેન્યુફેક્ચરિંગ માટે જરૂરી 28 કેપિટલ ગુડ્સને કસ્ટમ ડ્યૂટીમાંથી મુક્તિ આપવાની જોગવાઈ છે.

Related News

Icon