
અમદાવાદમાં ગતરોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી, ત્યારે આજે અષાઢ સુદ ત્રીજના દિવસે ભગવાન જગન્નાથની નજર ઉતાર્યા બાદ ભગવાનનો વિધિવત રીતે ગર્ભગૃહમાં પ્રવેશ કરાવવામાં આવશે.આ ક્ષણનો લ્હાવો લેવા વહેલી સવારથી જ મંદિરે દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા.
ગુજરાત સહિત દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો તહેવાર આનંદપૂર્ણ ઉજવાયો હતો, ત્યારે અમદાવાદમાં પણ 148મી રથયાત્રાની નીકળી હતી. 'જય રણછોડ, માખણચોર'ના જયઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા હતા. આ દરમિયાન ચોમેર હર્ષ-ઉલ્લાસનું વાતાવરણ જોવા મળ્યું હતું. નગરચર્યા બાદ ત્રણેય રથ નિજ મંદિર પરત ફર્યા ત્યારે લાખો ભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા. ત્યારે આજે અષાઢ સુદ ત્રીજના દિવસે ભગવાન જગન્નાથની નજર ઉતાર્યા બાદ ભગવાનનો વિધિવત રીતે ગર્ભગૃહમાં પ્રવેશ કરાવવામાં આવશે.આ ક્ષણનો લ્હાવો લેવા વહેલી સવારથી જ મંદિરે દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા.