
ખ્રિસ્તી ધર્મના લોકો માટે ગુડ ફ્રાઈડે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ વર્ષે આ દિવસ (Good Friday 2025) 18 એપ્રિલના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. જોકે, તેના નામથી વિપરીત, આ દિવસ શોકનો દિવસ છે. આ દિવસે ઈસુ ખ્રિસ્તે પોતાના ધર્મની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.
તેમના બલિદાનની યાદમાં દર વર્ષે ગુડ ફ્રાઈડે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ દિવસ 18 એપ્રિલના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. ખ્રિસ્તીઓ માટે આ એક પવિત્ર દિવસ છે. અહીં જાણો જાણીએ આ દિવસનું મહત્ત્વ અને તેને ગુડ ફ્રાઈડે કેમ કહેવામાં આવે છે-
ગુડ ફ્રાઈડે શા માટે ઉજવવામાં આવે છે?
ગુડ ફ્રાઈડે (Good Friday history) ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ માટે ખૂબ જ ખાસ છે. શુક્રવારે ઈસુ ખ્રિસ્તને ક્રૂસ પર ચડાવવામાં આવ્યા હતા, જે આજે વિશ્વભરના ખ્રિસ્તીઓ દ્વારા ગુડ ફ્રાઈડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ઈસુ ખ્રિસ્તના દુઃખ અને માનવજાત માટેના તેમના બલિદાનને યાદ કરવાનો સમય છે.
ગુડ ફ્રાઈડે કેમ કહેવાય છે?
હવે પ્રશ્ન એ થાય છે કે આ દિવસ દુ:ખ અને શોક દિવસ હોવા છતાં તેને ગુડ કેમ કહેવામાં આવે છે? ગુડ ફ્રાઈડેને "ગુડ" કહેવામાં આવે છે કારણ કે આ દિવસ ખ્રિસ્તીઓ માટે ધાર્મિક મહત્ત્તવ ધરાવે છે. તેઓ માને છે કે ક્રૂસ પર ઈસુનું મૃત્યુ માનવજાતના પાપો માટે અંતિમ બલિદાન હતું.
ખ્રિસ્તીઓ માટે, આ બલિદાન પ્રેમ અને મુક્તિના અંતિમ કાર્યનું પ્રતિનિધિત્વ કરે છે, અને તે સારું છે કારણ કે તે ઇસ્ટર પર તેમનું ફરી પરત ફરવાનું પ્રતીક છે, જે ખ્રિસ્તીઓ માટે સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક રજા છે.
બીજો એક સિદ્ધાંત સૂચવે છે કે ગુડ ફ્રાઈડેમાં "ગુડ" શબ્દની ઉત્પત્તિ જૂની અંગ્રેજીમાં થઈ હતી, જ્યાં તેનો અર્થ પવિત્ર હતો. એટલા માટે ગુડ ફ્રાઈડેને ક્યારેક પવિત્ર શુક્રવાર પણ કહેવામાં આવે છે.
ગુડ ફ્રાઈડે કેવી રીતે ઉજવવામાં આવે છે?
ગુડ ફ્રાઈડેને શોક, તપ અને ઉપવાસનો દિવસ માનવામાં આવે છે. ઘણા ખ્રિસ્તી સમુદાયોમાં આ દિવસે ચર્ચમાં ગુડ ફ્રાઈડે સેવાઓ યોજવામાં આવે છે. આ સમય દરમિયાન વાંચન, સ્તોત્રો અને પ્રાર્થના દ્વારા ઈસુના ક્રૂસને યાદ કરવામાં આવે છે. વધુમાં આ સેવાઓમાં ઘણીવાર ઈસુના પેશન સ્ટોરીનું વાંચન શામેલ હોય છે, જેમાં ઈસુના બલિદાન તેમજ ક્રૂસ પરના તેમના છેલ્લા શબ્દોનું વર્ણન કરવામાં આવે છે. તેમજ કેટલાક ખ્રિસ્તીઓ ગુડ ફ્રાઈડે પર પ્રાયશ્ચિત તરીકે માંસાહારી ખોરાકનો ત્યાગ કરે છે.