USA News : ટ્રમ્પ તંત્રએ ઇમિગ્રન્ટ્સને શાંતિથી નહીં રહેવા દેવાનું નક્કી કર્યું લાગે છે. લોસ એન્જલ્સમાં યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઇસીઇ) વિભાગે ચાર સ્થળોએ પાડેલા દરોડામાં 44ની ધરપકડ કરવામાં આવતા શહેરમાં તનાવગ્રસ્ત સ્થિતિ સર્જાઈ છે. આ કાર્યવાહીએ વ્યાપક પાયા પર વિરોધ પ્રદર્શનને જન્મ આપ્યો. તેથી દેખાવકારો અને લોસ એન્જલ્સ પોલીસે વિવિધ સ્થળોએ એકબીજા સાથે અથડામણમાં ઉતરી હતી. પોલીસે ભીડને વિખેરવા વિવિધ ભીડ નિયંત્રણ ઉપાયો અજમાવ્યા હતા. હવે આ મામલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 2000 નેશનલ ગાર્ડ જવાનોને તહેનાત કરવાની જાહેરાત કરી દીધી છે. આ નિર્ણય બાદ દેખાવો વધુ હિંસક બને તેવી આશંકા છે.

