
- AI ઇન અપડેટ
આર્ટિફીશ્યલ ઇન્ટેલીજન્સ ક્ષેત્રે રોજીંદા ઉપયોગમાં આવે એવા નવા સંશોધનો આવી રહ્યા છે. ગયા અઠવાડીયે ગુગલે ડોપલ મુકીને પહેરવાનો ડ્રેસ કેવો લાગશે તે પસંદ આસાન બનાવી છે. ગુગલે બનાવેલી ડોપલમાં વ્યકિતનું ડિજીટલ વર્જન લઇને તેના પર તેનો ગમતો ડ્રેસ ફીટ કરીને દર્શાવાય છે કે તેને તે પહેરશે તો કેવો લાગશે? વર્ચ્યુઅલી તે રીયલ ડ્રેસ કેવો લાગશે તે બતાવશે. પોતાના માટે ડ્રેસ પસંદ કરનારાઓ માટે ઓનલાઇન ડોપલ બહુ ઉપયોગી સાબિત થશે. તેનો ઉપયોગ કરનારા ૧૦૦ ડ્રેસ ચેક કરી શકશે.ડોપલ એપ હાલમાં અમેરિકામાં આઇઓએસ અને એન્ડ્રોઇડ પર ઉપલબ્ધ છે. આ એપનો ઉપયોગ કરનારાએ તેનો ફૂલ ઉભો ફોટો અપલોડ કરવો પડશે. પછી તેના પર કોઇ પણ આઉટ ફીટ કેવું લાગશે તે જોઇ શકાશે. તમારા ફ્રેન્ડની ફૂલ ઇમેજ અપલોડ કરો તો તેને કેવા લાગશે તે પણ જાણી શકાશે. તેનો સ્ક્રીનશોટ લઇને અન્ય મિત્રોને પણ ડ્રેસ કેવો લાગે છે એમ પૂછી શકાશે. ટૂંકમાં આ એપ ગ્રુપમાં જોઇ શકાય તે રીતે ડોપલ મોડીફાઇડ કરવાની છે એટલે દરેકનો ડ્રેસના આઉટફીટ બાબતે ઓપીનીયન મેળવી શકાય. કોઇ પણ ડ્રેસ પસંદ કરો તો તમને પોતાને કેવો લાગશે તે મીરર કહી શકતો હતો પરંતુ ડોપલ ઓનલાઇન મદદરૂપ બનશે.ગુગલે ભૂતકાળમાં વ્યક્તિની પસંદગીનો ડ્રેસ મોડલ પર કેવો લાગશે તે ફીચર બનાવ્યું હતું પરંતુ હવે ડોપલ તો વર્ચ્યુઅલી સિસ્ટમ આધારે વપરાશકારની બોડી પર ડ્રેસ કેવો દીપી ઉઠશે તે બતાવશે..
ક્રોસીંગ માઇન્ડ
ઇકોમર્સ સાઇડ પર ગ્રાહકોના બિહેવીયર પરથી તેમની પસંદ-નાપસંદ જણાવતી AI આધારીત એપ્લીકેશન ક્રોસીંગ માઇન્ડ મોટાભાગે ઇકોમર્સ કંપનીઓ માટે બહુ ઉપયોગી બની શકે છે. ઇન્ડેક્સ વેંચર્સ, શોપિફાય, પ્લગ એન્ડ પ્લે જેવા રોકાણકારો તેને ટેકો કરી રહ્યા છે. ઓનલાઇન ખરીદી કરનારને શું પસંદ છે તે જાણવું બહુ મુશકેલ હોય છે. કેટલાક લોકો કલાકો સુધી ઓનલાઇન સાઇટ પર સર્ફીંગ કરે છે પરંતુ કશું ખરીદતા નથી જ્યારે કેટલાક ફટોફટ ખરીદીનો ઓર્ડર આપીને અન્ય કામ કરતા જોવા મળે છે. કોઇ વ્યક્તિ જ્યારે ઇ કોમર્સ સાઇટ પર આવે છે ત્યારે તેને શું ગમે છે તે તેની ભૂતકાળની ખરીદી પરથી ખબર પડી શકે છે. એઆઇ આધારીત એપ ક્રોસીંગ માઇન્ડ ખરીદનારની સેન્સ જાણી શકે છે. સર્ફીંગ કરનારા કઇ પ્રોડક્ટ પર કેટલો સમય લગાડે છે તેમજ પસંદગી વખતે તે પહેલાં કિંમત જુવે છે કે કલર જુવે છે કે કાપડની જાત જુવે છે તે પરથી તેની ખરીદીની સેન્સ તૈયાર કરાય છે.
સામાજીક પ્રશ્નો અને AI
સામાજીક પ્રશ્નોના ઉકેલ આર્ટિફીશ્યલ ઇન્ટેલીજન્સ કેવી રીતે ઉપયોગી બની શકે તે માટે યુનેસ્કો ભારત સાથે રહીને કામ કરી રહ્યું છે.યુનેસ્કોએ આ મુદ્દે ૧૯૩ દેશોને સાથે રાખીને પહેલી સમિટ ૨૦૨૩માં યુકે ખાતે યોજી હતી,બીજી સમિટ ૨૦૨૪માં સાઉથ કોરિયા ખાતે યોજાઇ હતી. જેનો વિષય હતો AI ધજીચકીઅધ. યુનેસ્કો સામાજિક અને આર્થિક સમસ્યાઓ પર AIના પ્રભાવ પર ભારત સાથે મળીને કામ કરી રહ્યું છે. આગામી વર્ષે નવી દિલ્હી ખાતે તે સંદર્ભે ગ્લોબલ સમિટ માટે આયોજન કરાઇ રહ્યું છે.કહે છે કે સામાજીક અને આર્થિક પ્રશ્નોના ઉકેલ માટે ભારતમાં સમિટ મળશે ત્યો સુધીમાં નવા સંશોધનો વિકસશે અને તે સામાજીક સમસ્યાના ઉકેલ માટે કેવી રીતે ઉપયોગી બને તે ચકાસાશે. અહીં ઉલ્લેખનીય છે કે ઓથિક્સ ઓફ આર્ટિફીશ્યલ ઇન્ટેલીજન્સ તૈયાર કરવાની કમિટીમાં ભારતનો મહત્વનો ફાળો છે.