
- હિમાની
તડબૂચ ડ્રિંક
તડબૂચ ખાવાને બદલે ડ્રિંક્સ વધુ લાભદાયક છે. તડબૂચને નાના ટુકડામાં કાપો અને મિક્સીમાં નાખો. થોડો વખત ચલાવો. ગાળીને ડ્રિંક તૈયાર કરો. તેનું સેવન મીઠું અને ખાંડ નાખ્યા વિના જ કરો.
ફાયદા : જો તડબૂચ ડ્રિંકનું સેવન નિયમિત કરવામાં આવે તો તે કિડની સ્ટોનથી દૂર રાખે છે. પેટ અને આંતરડાની સફાઈ કરે છે. શરીરમાંથી ટોક્સિન્સ કાઢીને ચહેરા પર ચમક લાવે છે. ચહેરાને ખીલથી દૂર રાખે છે.
કારેલા
કારેલા આમ તો પોતાની કડવાશ માટે પ્રખ્યાત છે પણ તેની આ કડવાશ આરોગ્ય માટે વરદાનરૂપ છે.
સામગ્રી : ૨-૩ તાજાં લીલાં કારેલાં, ૨ ટામેટાં, ૧ નાની કાકડી, ચપટી સિંધાલૂણ ૧/૨ લીંબુનો રસ ૧ ગ્લાસ પાણી.
રીત : કાકડી, ટામેટાં અને કારેલાં ત્રણેને ધોઈને નાના ટુકડામાં કાપી લો અને ગ્રાઈન્ડરમાં નાખી હલાવો. પાણી પણ મિક્સ કરો. સ્વચ્છ કપડાંથી ગાળો. મીઠું અને લીંબુનો રસ મિક્સ કરો અને તરત સેવન કરો. ફાયદા : કારેલા ડ્રિંક હૃદયરોગીઓ માટે લાભદાયક છે. આ ડ્રિંક રક્તને શુદ્ધ કરીને સમગ્ર શરીરમાં રક્તપ્રવાહનું સુચાર સંચાલન કરે છે. શારીરિક વિકારોને દૂર કરે છે. આપણી પ્રતિરોધક ક્ષમતા વધારે છે. એના નિયમિત ઉપયોગથી કિડની સ્ટોન થવાનો ભય દૂર થાય છે. આ ડ્રિંક મધુપ્રમેહના રોગીઓ માટે પણવિશેષ લાભદાયક છે.
કાકડી ડ્રિંક
રીત : ૩-૪ કાકડીનો જ્યૂસ રુમેટિક રોગોમાં વધુ ફાયદાકારક છે. જો ૨-૩ મહિના સુધી નિયમિત રીતે ૧ ગ્લાસ કાકડી જ્યુસ લેવામાં આવેતો સ્થૂળતા ઘટે છે.
ડાયાબિટીસ રોગમાં પણ તે ફાયદાકારક છે. ત્વચાની સમસ્યાઓ જેવી કે ખીલ ફોડલીમાંથી છૂટકારો મળે છે. ત્વચા સ્વચ્છ, ચમકદાર બની જાય છે.
આ બધાં જ ડ્રિંક્સનો પૂરેપૂરો ફાયદો લેવા માટે જરૂરી છે કે તેનું ૨-૩ મહિના સુધી નિયમિત સેવન કરવામાં આવે અને સવારે ખાલી પેટે તેનું સેવન કરવું જોઈએ. આ કુદરતી ડ્રિંક્સના ઉપયોગથી તમે તમારા સ્વાસ્થ્ય અને સુંદરતાને હંમેશાં માટે જાળવી રાખી શકો છો. તેની કોઈ સાઇડ ઇફેક્ટ નથી. તેથી આનો ઉપયોગ તમારી સુવિધા મુજબ કરો અને ફરક જુઓ.
દૂધી ડ્રિંક
સામગ્રી : ૨૫૦ ગ્રામ તાજી દૂધી, ૧ ચમચી સિંધાલૂણ, ૧/૨ લીંબુનો રસ, ૫-૬ તુલસીનાં પાન.
રીત : દૂધીને છોલીને નાના ટુકડામાં કાપી લો. તુલસીનાં પાનં ધોઈ લો. દૂધી અને તુલસીને ભેગાં કરી બ્લેન્ડરમાં નાખો. ૨-૩ મિનિટ ચલાવો. સ્વચ્છ કપડાંથી ગાળી લો. મીઠું અને લીંબુનો રસ મિક્સ કરો . આમાં ૧/૨ ગ્લાસ પાણી મિક્સ કરી તરત પી જાઓ.
ફાયદા : દૂધીના ડ્રિંકનું સેવન એટલું પૌષ્ટિક છે જેટલું માતાનું દૂધ. તે દિલ અને દિમાગ બંને માટે ઉપયોગી છે. લોહીની શુદ્ધિ કરે છે, કબજિયાતને દૂર કરે છે. દૂધી ડ્રિન્કનું સેવન જો થોડું મધ નાખીને કરવામાં આવે તો શરીરમાંથી બળતરા દૂર થાય છે. તે ગરમીને દૂર કરી તનમનને શીતળ રાખે છે. નસકોરી ફૂટવામાં પણ એનું સેવન લાભદાયી છે. આ પ્રયોગ હંમેશાં તાજો જ કરો. ફ્રિજમાં રાખવાથી તેની ગુણવત્તા ઓછી થઈ જાય છે.
ગાજર ડ્રિંક
આનાં જેટલો વખાણ કરીએ તેટલાં ઓછાં છે. તે સહેલાઈથી મળતું સસ્તું ફળ છે.
સામગ્રી : ૧/૨ કિલો લાલ ગાજર, ચપટી સિંધાલૂણા, ૧ ચમચો મધ.
રીત : ગાજર છોલીને ધોઈ લો. નાના ટુકડામાં કાપીને જ્યુસર કે ગ્રાઇન્ડરમાં નાખીને રસ કાઢી લો. મધ અને મીઠું નાખીને તરત જ સેવન કરો.
ફાયદા : વિટામિન 'એ'થી ભરપૂર હોવાને કારણે આંખોને માટે ખૂબ લાભકારી છે. વધતાં બાળકો માટે તે કુલ મિલ છે. કારણ કે તેમાં ભરપૂર કેલ્શિયમ અને વિટામિન એ ભરપૂર હોય છે.
આમળાં ડ્રિંક
સામગ્રી : ૨-૨ તાજાં આમળાં, ૧ ગ્લાસ પાણી, ચપટી સિંધાલૂણ.
રીત : આમળાંને છીણી લો પછી પાણી નાખી બ્લેન્ડરમાં ચલાવો. ગાળીને તરત પી લો.
ફાયદા : આમળામાં વિટામીન સી મુખ્ય સ્ત્રોત છે. તે શીતળતા આપે છે. વાયુ, કફ, પિત્ત દોષને દૂર કરે છે. જો તેનું સેવન નિયમિત રીતે ૩-૪ મહિના સુધી કરવામાં આવે તો આંખોમાં ચમક અને ચહેરા પર કાંતિ આવી જાય છે. આના ઉપયોગથી ત્વચાની કરચલીઓ દૂર થાય છે, ચામડીના રોગ દૂર થાય છે. શરીરમાં સ્ફૂર્તિ અને ચુસ્તી જળવાઈ રહે છે. સાથે વાળને કાળા રાખવામાં પણ તે વિશે ઉપયોગી છ.ે
હળદર ડ્રિંક
સામગ્રી : ૨ ગાંઠ લીલી હળધર, ૧૧/૨ ગ્લાસ પાણી, ચપટી મીઠું, ૧ લીંબુનો રસ. રીત : હળદરને ધોઈને છોલી કાઢો. નાના ટુકડામાં કાપી લો. પાણી નાખીને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરો. મીઠું અને લીંબુનો રસ નાખી સેવન કરો. ફાયદા : હળદર ડ્રિંક લોહીને શુદ્ધ કરે છે. કફને દૂર કરે છે. ત્વચા સંબંધિત વિકારોમાં ફાયદો કરે છે. તેના ઉપયોગથી ત્વચા ચીકણી અને સ્વચ્છ થાય છે. ક્રોનિક કમળામાં તે ઉપયોગી છે.