Home / : How can husband and wife strengthen their marriage?

sahiyar : પતિ-પત્ની કેવી રીતે લગ્ન જીવનને મજબૂત બનાવી શકે છે? 

sahiyar : પતિ-પત્ની કેવી રીતે લગ્ન જીવનને મજબૂત બનાવી શકે છે? 

- નયના

મારા લગ્નને સાત વર્ષ થયા છે. મને પાંચ વર્ષનો પુત્ર છે. અમારા અરેન્જડ મેરેજ છે. મને લાગે છે કે મારા પતિ મને સહકાર આપતા નથી તેઓ મારી સાથે ખૂબ જ ઓછી વાતો કરે છે. તેમને માત્ર સેક્સમાં જ રસ છે. મારું માનવું છે કે પતિ અને પત્ની શારીરિક ઉપરાંત માનસિક રીતે પણ એકબીજા સાથે જોડાયેલા હોવા જોઈએ. આ પરિસ્થિતિમાં મારે શું કરવું?

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એક બહેન (વેરાવળ)

પતિ-પત્ની વચ્ચે શારીરિક ઉપરાંત માનસિક જોડાણ હોવું જોઈએ. એ તમારી વાત સાચી છે. પરંતુ તમારા પતિ પ્રત્યે તમે ખોટો અભિપ્રાયમાંથી બાંધી દીધો હોય એમ લાગે છે. ઘણા પુરુષો ઓછાબોલા હોય છે. ઓફિસની વાતો તમને કહી તેઓ તમને ટેન્શન પહોંચાડવા માગતા ન હોય એ પણ એક શક્યતા છે. તેઓ ઇરાદાપૂર્વક અને તમને છેતરવા માટે આમ કરતા હોય તો એ ગંભીર બાબત છે. પરંતુ આ શક્યતા ઓછી લાગે છે. તેમના આ સ્વભાવનું કારણ જાણવા પ્રયત્ન કરો. તેઓ મૂડમાં હોય ત્યારે આ વિષય પર ચર્ચા કરો. 

હું ૩૨ વર્ષનો છું. મારે બે પુત્રીઓ છે. મેં મારા પરિવારને ઘણી છૂટછાટ આપી હતી તેમના પર કોઈ પણ પ્રકારના બંધનો કે નિયમો લાદ્યા નહોતા. પરંતુ હવે મને જાણવા મળ્યું છે કે મારી પત્નીને એક પરપુરુષ સાથે શારીરિક સંબંધ છે. મારી પત્નીએ આ વાત કબૂલ કરી હતી અને હવે તે આમ નહીં કરે એમ પણ તેણે મને વચન આપ્યું હતું, આ બાબતે પણ તેણે મને જવાબદાર ગણાવ્યો હતો કે હું તેના અને પરિવાર પર ધ્યાન આપતો નથી. હવે મારી પત્ની મને વફાદાર રહેશે એની શું ખાતરી?

એક ભાઈ  (ગુજરાત)

એક વાર વિશ્વાસ તૂટે પછી એને પાછો મેળવવો ઘણો મુશ્કેલ છે. તમારી પત્નીએ તમારો વિશ્વાસ પાછો મેળવવા ઘણો સંઘર્ષ કરવો પડશે. ભારે પણ હવે આંખ અને કાન ખુલ્લા રાખવા પડશે જેથી તમને તમારી પત્નીએ પુરુષના સંપર્કમાં છે કે નહીં તેની જાણ થશે. તમારી પત્ની આપેલા કારણ તરફ નજર અંદાજ કરો નહીં. આ વાત સાચી હોય તો તમારી ભૂલ સુધારી પરિવારને પૂરતો સમય આપવાના પ્રયાસ કરો. 

મારી પુત્રી ચાર વરસની છે. આમ તો એ સ્વસ્થ છે. પરંતુ તેનું પેટ થોડું બહાર છે. શું તેનો શારીરિક વિકાસ અસામાન્ય હશે?

લંબાઈની સરખામણીએ વજન ઓછું કે વધુ હોય તો બાળકનું પેટ આગળ આવે છે. આ ઉપરાંત પેટમાં ઇન્ફેક્શન, લિવરમાં વધારો જેવા કેટલાક કારણો પણ આ પાછળ જવાબદાર હોઈ શકે છે. તમારે તમારી પુત્રીને કોઈ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને દેખાડવાની જરૂર છે. આમ પણ આ ઉંમરના બાળકોને દર ત્રણ મહિને ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને દેખાડવા જરૂરી છે. ચિંતા કરવાની જરૂર નથી.

હું ૨૬ વર્ષની પરિણીત મહિલા છું. મારે સાડા ત્રણ વર્ષની એક પુત્રી છે. મારે હવે પુત્ર જોઈએ છે તો એ માટે મારે શું કરવું?

એક બહેન  (સૌરાષ્ટ્ર)

પુત્ર પ્રાપ્ત કરવા માટે જાતજાતના ઉપાયો સંભળાય છે. આમા અમુક સમયે સંભોગ અથવા તો માસિક ચક્ર જેવી ઘણી વાતો ધ્યાનમાં રાખીને ઉપાય દર્શાવવામાં આવે છે. પરંતુ આ પદ્ધતિ વાહિયાત છે. પુત્ર કે પુત્રી એ નસીબની વાત છે. અમુક બાબતો પર હજુ વિજ્ઞાાને સફળતા મેળવી નથી. આજના જમાનામાં વંશ ચલાવવા માટે પુત્રની ઇચ્છા રાખવી એ વાત વાહિયાત છે. આજે પુત્રીઓ પુત્રો કરતા સવાયી સાબિત થઈ શકે છે આથી વધુ નસીબ પર છોડી દો અને પુત્રી જન્મે તો નિરાશ થતા નહીં.

હું ૨૭ વરસની પરિણીત મહિલા છું. મારા હાથપગ પાતળા છે. પરંતુ મારા નિતંબ અને પેટ પાસે ચરબીનો ભરાવો થઈ ગયો છે. સુવાવડ પછી આ સમસ્યા વધુ ગંભીર બની છે. વજન ઉતારવા મારે શું કરવું?

એક બહેન  (વલસાડ)

સીધા સૂઈને પગથી સાયકલિંગ કરો. તેમ જ જોગિંગ અને ચાલવાનું રાખો. તમારા શહેરમાં કોઈ જીમના સભ્ય બનીને કોઈ નિષ્ણાતની દેખરેખ હેઠળ વ્યાયામ કરો. આ બાબતે તમારા તમારે ધીરજ ધરવી પડશે. નિયમિત વ્યાયામ પછી જ ફાયદો જોવા મળશે. આ ઉપરાંત આહારમાંથી ચરબીજન્ય અને તળેલા પદાર્થોનું સેવન ઓછું કરો.


Icon