Home / : Keep vegetables and fruits fresh in this way

sahiyar : આવી રીતે શાકભાજી અને ફળને રાખો તાજા

sahiyar : આવી રીતે શાકભાજી અને ફળને રાખો તાજા

મીનાક્ષી તિવારી

-લીંબુના અડધિયાને બે-ત્રણ દિવસ તાજું રાખવા તેના પર મીઠું લગાડીને રાખવા.
-કાચા લીલા કેળાને પાણીમાં રાખવાથી થોડા દિવસ તાજા રાખી શકાશે ઉપરાંત જલદી પાકશે નહીં.
-સ્ટીલની ગરણીને જ્વાળા પર રાખી ધોવાથી તેના પૂરાયેલાં છિદ્રો ખુલી જશે અને ગરણી સ્વચ્છ થઇ જશે.
-બટાકાની ચિપ્સને સફેદ કરવા તેને ફટકડી મેળવેલ ઠંડા પાણીમાં પલાળવી. 
-બટાકાને બાફતી વખતે તેમાં થોડા ટીપા વિનેગારના ભેળવવાથી બટાકા ફાટી નહીં જાય તેમજ તેની સફેદાઇ જળવાઇ રહેશે.
-બદામને એક-દોઢ વરસ તાજી રાખવા બદામના ડબ્બામાં બે-ત્રણ ચમચા સાકર ભેળવી દેવી.
-રવા ઇડલીને મુલાયમ બનાવવા અડધી ચમચી 'ઇનો' ફૂટ સોલ્ટને દહીંની મલાઇમાં ભેળવવો. અને એક ચમચી ઘી ઇડલી ઉતારવાના બે મિનિટ પહેલાં રવાના મિશ્રણમાં નાખવી.  રવો શેકેલો લેવો.
-લીમડાને લાંબા સમય સુધી તાજો રાખવા પાનને બે મિનિટ માઇક્રોવેવમાં મુકવાથી શેકાઇ જતા તેની સુગંધ પણ જળવાઇ રહેશે.
-ઘીના પેકેટને એક-બે કલાક ફ્રિજરમાં રાખી બરણીમાં ઠાલવવાથી સરળતાથી ઠલવાઇ જશે અને પ્લાસ્ટિકની થેલીમાં ચોંટી બગાડ નહીં થાય.
-ચોખામાં જીંવાત ન પડે માટે એક કિલો ચોખામાં ૧૦ લાલ સૂકા મરચાં રાખી મૂકવા. 
-વાસણમાંથી ઇંડાની ગંધ દૂર કરવા તે વાસણમાં બ્રેડ ફેરવવો. એટલે કે બ્રેડથી વાસણ લૂછી નાખવું.  માછલી રાંધતી વખતે તેની દુર્ગંધ દૂર કરવા રાંધતી વખતે તજના ટૂકડા મૂકી દેવા.
-એક કપ ઉકળતા પાણીમાં લીંબુ નીચોવી દિવસમાં બે-ત્રણ વખત પીવાથી શરદીમાં રાહત મળે છે.
-શીતોપલાદી ચૂરણ અને સુદર્શન ચૂરણ અડધી- અડધી ચમચી ભેળવી મધ સાથે દિવસમાં ત્રણ વખત પીવાથી લાભ થાય છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Related News
Icon