
મહાભારત (Mahabharat) ફિલ્મને લઈને આમિર ખાન (Aamir Khan) ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મને લઈને આમિર ઘણા સમયથી પ્લાનિંગ કરી રહ્યો હતો. ફિલ્મ અંગે ઘણી અફવાઓ પણ આવી છે, પરંતુ હવે આમિર (Aamir Khan) એ પોતે આ વિશે વાત કરી છે. તેણે કહ્યું કે, "ફિલ્મ મહાભારત (Mahabharat) મારો સૌથી મોટો પ્રોજેક્ટ થવા જઈ રહ્યો છે, હું આ વર્ષથી તેના પર કામ શરૂ કરી દઈશ." પરંતુ તેનું કહેવું છે કે, "મને હજુ ખબર નથી કે હું તેમાં અભિનય કરશે કે નહીં."
મહાભારત વિશે આમિર ખાને શું કહ્યું?
તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં આમિર (Aamir Khan) એ કહ્યું, "હું આ વર્ષથી જ આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરી રહ્યો છું. ફિલ્મોની જેમ મહાભારતને પણ વિવિધ ભાગોમાં બનાવવામાં આવશે, જેમ કે, 'લોર્ડ ઓફ ધ રિંગ્સ'. પરંતુ લખવામાં થોડો સમય લાગશે."
ફિલ્મમાં હશે એકથી વધુ દિગ્દર્શકો
આમિર (Aamir Khan) એ કહ્યું કે, હજુ સુધી એ વાતની પુષ્ટિ નથી થઈ કે, તે મહાભારત (Mahabharat) માં કામ કરશે કે નહીં. અને રોલ પ્રમાણે ટીમ કલાકારોને નક્કી કરશે. હવે એ જોવાનું રહ્યું કે, કોણ ક્યા ભાગ માટે પરફેક્ટ છે. તેણે એમ પણ કહ્યું, કે તે આ ફિલ્મનું દિગ્દર્શન નહીં કરે કારણ કે તે એક મોટો પ્રોજેક્ટ હશે. આ એક મલ્ટી-ડિરેક્ટર પ્રોજેક્ટ હશે.