
Mahisagar news: રાજ્યમાં માર્ગ અકસ્માતોના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, આટલું ઓછું હોય તેમ માર્ગ અકસ્માતમાં જાનહાનિ પણ સતત વધી હોવાનું સામે આવ્યું છે. મહીસાગર જિલ્લામાં ખાનપુરના દેગમાડા પાસે ટેન્કર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યકિતનું ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે બે વ્યકિત ઈજાગ્રસ્ત થયાનું સામે આવ્યું છે.
મહીસાગર જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી વધી રહી છે. આજે સવારે બુધવારે 23 એપ્રિલે લુણાવાડા-મોડાસા હા-ઈવે પર ખાનપુરના દેગમાડા પાસે ટેન્કર અને કાર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેન્કર પાછળ પૂરપાટ જતી કાર ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં એક વ્યકિતનું ઘટનાસ્થળ ઉપર મોત થયું હતું, જ્યારે બે લોકોને ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે આસપાસના લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં. બનાવને પગલે બાકોર પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર માટે મહીસાગર ખસેડયા હતા.