
ગુજરાતના મહેસાણા જિલ્લામાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેલા પ્રમાણે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુર ગામે મોટી દુર્ઘટના સર્જાઇ છે. જેમાં મકાનના બાંધકામ દરમિયાન દીવાલ ધસી પડતાં 6 શ્રમિકો દટાયા હતા, આ દુર્ઘટનામાં 3 શ્રમિકોના મોત નીપજ્યા છે, જ્યારે 3 શ્રમિકોને ઇજા પહોંચી છે. હાલ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
દીવાલ ધસી પડવાની ઘટનાની જાણ થતાં ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા
દીવાલ ધસી પડવાની ઘટનાની જાણ થતાં ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. 108ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિકના ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.