Home / Gujarat / Panchmahal : Godhra: Mamlatdar seals 11 shops operating without licenses

ગોધરા: મામલતદારે લાયસન્સ વિના ધમધમતી 11 દુકાનને સીલ કરી, ગેરકાયદેસર રીતે ફટાકડાનું કરી રહ્યા હતા વેચાણ

ગોધરા: મામલતદારે લાયસન્સ વિના ધમધમતી 11 દુકાનને સીલ કરી, ગેરકાયદેસર રીતે ફટાકડાનું કરી રહ્યા હતા વેચાણ

રાજ્યના બનાસકાંઠાના ડીસામાં આગની દુર્ઘટના બાદ રાજ્યની વિવિધ નગરપાલિકાઓ હાલ એક્શન મોડમાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  બનાસકાંઠાના ડીસામાં આગની દુર્ઘટનામાં 21 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા બાદ ગોધરા વહીવટીતંત્ર એક્શન મોડમાં છે.ગોધરાના મામલતદારે લાયસન્સ વિના ધમધમતી 11 દુકાનને સીલ કરી દીધી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

તમામ દુકાનને વહીવટીતંત્ર દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી

આ પહેલા તમામ દુકાનને વહીવટીતંત્ર દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી હતી.ગોધરાના ભરચક ગણાતા બગીચા રોડ પર આવેલી ફટાકડાની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

કેટલાક દુકાનદારો ગેરકાયદે ફટાકડાનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું

મામલતદાર સહિતની ટીમે તપાસ હાથ ધરતા કેટલીક દુકાનમાં ફાયર સેફ્ટી સંબંધિત નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું.દુકાનના પરવાનાને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવતા કેટલાક દુકાનદારો ગેરકાયદે ફટાકડાનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે.

 

Related News

Icon