Home / Gujarat / Ahmedabad : Ahmedabad: DEO issues notice to Nelson School administrators in Maninagar

Ahmedabad: મણિનગરની નેલ્સન સ્કૂલ સંચાલકોને DEOએ ફટકારી નોટિસ

Ahmedabad:  મણિનગરની નેલ્સન સ્કૂલ સંચાલકોને DEOએ ફટકારી નોટિસ

Ahmedabad: શહેરમાં ડીઈઓ દ્વારા ઘણા સમયથી શાળાઓની તપાસ અને બીજી અન્ય બાબતે તપાસ ચલાવી રહ્યા છે. આ દરમ્યાન મણિનગર વિસ્તારમાં આવેલી જાણીતી નેલ્સન સ્કૂલને રહેણાક વિસ્તારમાં શાળા હોવાથી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા સર્જાતા સ્થાનિકોએ આરોપ મૂક્યો હતો. આ અંગે શાળા સંચાલકોને ડીઈઓએ નોટિસ ફટકારી ખુલાસો કરવા આદેશ આપ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી નેલ્સન સ્કૂલ હંગામી ધોરણે ખસેડવામાં આવી હતી. જેથી સ્થાનિક લોકોએ હોબાળો કર્યો હતો. જૂની જર્જરિત બિલ્ડિંગ સામે એક વર્ષ માટે નવી ઈમારતમાં શાળા ચલાવવા મંજૂરી અપાઈ હતી. પરંતુ સ્કૂલના સંચાલકો સતત બીજા વર્ષે પણ એડમિશન શરૂ કરતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. જેને લઈ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ શાળા સંચાલકોને નોટિસ ફટકારી ખુલાસો કરવા જણાવ્યું હતું. 

 

Related News

Icon