Home / India : In the 122nd episode of Mann Ki Baat PM Modi talked about Operation Sindoor

Operation Sindoor બદલતા ભારતની તસવીર, 'Mann Ki Baatમાં બોલ્યા PM મોદી

Operation Sindoor બદલતા ભારતની તસવીર, 'Mann Ki Baatમાં બોલ્યા PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના રેડિયો શો મન કી બાત દ્વારા લોકો સાથે વાત કરી હતી. મન કી બાત કાર્યક્રમનો 122મો એપિસોડ હતો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર સંકલ્પ અને સાહસનું પ્રતીક છે.આ સાથે જ વડાપ્રધાન મોદીએ ગીરમાં સિંહની વસતી ગણતરીને પણ યાદ કરી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઓપરેશન સિંદૂર બદલતા ભારતની તસવીર

PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન આપણી સેનાએ જે પરાક્રમ બતાવ્યું છે તેને દરેક હિન્દુસ્તાનીનું માથુ ઉંચુ કરી દીધુ છે. જે સચોટતા સાથે આપણી સેનાઓએ સરહદ પારથી આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા તે અદભુત છે. ઓપરેશન સિંદૂરે વિશ્વભરમાં આતંક વિરૂદ્ધની લડાઇને નવો વિશ્વાસ અને ઉત્સાહ આપ્યો છે.

ઓપરેશન સિંદૂર માત્ર એક સૈન્ય મિશન નથી, આ આપણા સંકલ્પ, સાહસ અને બદલતા ભારતની તસવીર છે અને આ તસવીરે આખા દેશને દેશભક્તિના ભાવોથી ભરી દીધી છે, તિરંગામાં રંગી દીધી છે.

PM મોદીએ કહ્યું કે, આપણા જવાનોએ આતંકના અડ્ડાઓને નષ્ટ કર્યા છે. આ તેમનું અદમ્ય સાહસ હતું અને તેમાં સામેલ ભારતમાં બનેલા હથિયારો, ઉપકરણો અને ટેકનોલોજીની તાકાત તેમાં આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પણ હતો. આપણા એન્જીનિયર, આપણા ટેકનીશિયન દરેક કોઇનો પરસેવોો આ વિજયમાં સામેલ છે.

પાંચ વર્ષમાં ગીરમાં સિંહની સંખ્યા વધી

વડાપ્રધાન મોદીએ પોતાના કાર્યક્રમમાં ગીરના જંગલોમાં સિંહની વધતી સંખ્યા વિશે પણ વાત કરી હતી. PM મોદીએ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ગીરના સિંહની વસ્તી 674થી વધીને 891 થઇ ગઇ છે.ગુજરાત એવુ પ્રથમ રાજ્ય બન્યું છે જ્યાં મોટા પાયે Forest  Officersના પદ પર મહિલાઓને તૈનાત કરવામાં આવી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે આપણે જે પરિણામ જોઇ રહ્યાં છીએ તે તમામમાં તેમનું યોગદાન છે. Wild Life Protection માટે આપણે હંમેશા જાગૃત અને સતર્ક રહેવું પડશે.

ગઢચિરોલીના કટેઝારી ગામમાં પહેલા ક્યારેય બસ આવી નહતી

મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું, મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના કટેઝારી ગામના લોકો વર્ષોથી આ દિવસની રાહ જોઇ રહ્યાં હતા. આ પહેલા અહીં ક્યારેય પણ બસ આવતી નહતી કારણ કે આ ગામ માઓવાદી હિંસાથી પ્રભાવિત હતો અને જ્યારે પ્રથમ વખત બસ ગામમાં પહોંચી તો લોકોએ ઢોલ-નગારા વગાડીને તેનું સ્વાગત કર્યું હતું. માઓવાદ વિરૂદ્ધ સામુહિક લડાઇને કારણે માઓવાદી હિંસા પ્રભાવિત વિસ્તારમાં પાયાની સુવિધાઓ પહોંચવા લાગી છે. 

દંતેવાડાના પરિણામ પર PM મોદીએ ખુશી વ્યક્ત કરી

મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણે છત્તીસગઢના યોજાયેલી બસ્તર Olympics અને માઓવાદ પ્રભાવિત વિસ્તારમાં Science Lab પર ચર્ચા કરી ચુક્યા છીએ. અહીંના બાળકો Scienceનું Passion છે. તે Sportsમાં પણ કમાલ કરી રહ્યાં છે. આવા પ્રયાસોથી ખબર પડે છે કે આ વિસ્તારમાં રહેતા લોકો કેટલા સાહસી છે. આ લોકોએ તમામ પડકારો વચ્ચે પોતાના જીવનને સારૂ બનાવવાનો રસ્તો પસંદ કર્યો છે. મને આ જાણીને ખુશી થઇ કે 10મા અને 12મા ધોરણની પરીક્ષામાં દંતેવાડા જિલ્લાના પરિણામ ઘણા સારા આવ્યા છે.

 

 

Related News

Icon