મનોજ કુમાર પંચતત્વમાં વિલીન થઈ ગયા છે. તેમના પુત્ર કુણાલ ગોસ્વામીએ મુખાગ્નિ આપી હતી. તેમને રાજકીય સન્માનના પ્રતીક તરીકે 21 તોપોની સલામી પણ આપવામાં આવી હતી. મનોજના અંતિમ સંસ્કાર વિલે પાર્લેના પવન હંસ સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચન, સલીમ ખાન, અનુ મલિક, પ્રેમ ચોપરા સહિત ઘણા બોલિવૂડ સેલેબ્સે મનોજ કુમારના અંતિમ દર્શન કર્યા અને શ્રદ્ધાંજલિ આપી હતી.
મનોજ કુમારને રાજકીય સન્માન સાથે આપી વિદાય
મનોજ કુમારના પાર્થિવ દેહને તિરંગામાં લપેટવામાં આવ્યો હતો અને તેમને 21 તોપોની સલામી સાથે રાજકીય સન્માન આપવામાં આવ્યું હતું. આ પછી, પરિવારના સભ્યોએ સ્મશાનગૃહમાં બાકીની વિધિઓ પૂર્ણ કરી હતી. મનોજ કુમારનો પરિવાર અને તેમના નજીકના લોકો ધાર્મિક વિધિઓ દરમિયાન ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. બધાએ છેલ્લી વાર તેમનો ચહેરો જોયો, તેમના ચરણ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા અને તેમને હંમેશા માટે વિદાય આપી.