નાના પડદા પર વિવિધ સિરિયલો અને નાટકોમાં ભૂમિકાઓ ભજવીને દર્શકોમાં જાણીતો ચહેરો બનેલા અભિનેતા તુષાર ઘડીગાંવકરે આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. તુષારને છેલ્લા ઘણા દિવસોથી કોઈ કામ મળી રહ્યું ન હતું. આ કારણે તુષાર ભારે ડિપ્રેશનમાં હતો. આ ડિપ્રેશનને કારણે તુષાર ઘડીગાંવકરે આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. તુષાર ઘડીગાંવકરે મુંબઈના ભાંડુપમાં રહેતા હતા. તેમની આત્મહત્યાના સમાચારથી મરાઠી કલા જગતમાં ખળભળાટ મચી ગયો છે.

