Home / India : Marital dispute: Supreme Court reprimands couple; says-

Marital dispute: સુપ્રીમ કોર્ટે દંપતીને ફટકાર લગાવી; કહ્યું- મહારાજા જેવું વર્તન ન કરો, દેશમાં લોકશાહી છે

Marital dispute: સુપ્રીમ કોર્ટે દંપતીને ફટકાર લગાવી; કહ્યું- મહારાજા જેવું વર્તન ન કરો, દેશમાં લોકશાહી છે

Supreme Court News :  સુપ્રીમ કોર્ટમાં એક પારિવારિક વિવાદના કેસમાં આરોપી અને ફરિયાદી પતિ-પત્ની બન્નેએ પોતાની ઓળખમાં મસમોટા દાવા કર્યા હતા. સાથે જ આંતરિક ઘમંડને કારણે સમજૂતી કરવા તૈયાર ન હોવાનું જણાતા સુપ્રીમ કોર્ટે બન્નેને ફટકાર લગાવતા કહ્યું હતું કે ભારતમાં 75 વર્ષથી લોકશાહી છે, રાજા મહારાજા જેવુ વર્તન કરવાનું બંધ કરો. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મહિલાએ પતિ પર દહેજ ઉત્પિડન સહિતના આરોપો લગાવ્યા હતા, મહિલાએ પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે તે પોતે ગ્વાલિયરની રહેવાસી છે, સાથે જ કહ્યું હતું કે હું સૌથી પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવું છું, મારા પૂર્વજ છત્રપતિ શિવાજી મહારાજની નેવીમાં એડમિરલ હતા. અમે તેમને કોંકણ પ્રાંતના શાસક જાહેર કરાયા હતા.

જ્યારે પતિનો દાવો છે કે તે આર્મી ઓફિસરોના પરિવારમાંથી આવે છે અને મધ્ય પ્રદેશમાં શૈક્ષણિક સંસ્થા ચલાવે છે. મહિલાનો દાવો છે કે મારા પતિ અને તેના પરિવારજનોએ મારી પાસે દહેજમાં રોલ્સ રોયસ કાર તેમજ ફ્લેટની માગણી કરી હતી, જે બદલ મારી સતામણી કરવામાં આવી હતી. જ્યારે તેમની માગણી પુરી ના થઇ તો તેમણે લગ્ન સ્વીકારવાની જ ના પાડી દીધી હતી. સાથે જ મારા ચરિત્ર પર પ્રહાર કર્યા હતા. 

જ્યારે પતિ તરફથી પત્ની અને તેના પરિવાર સામે છેતરપિંડીની ફરિયાદ કરી હતી જેમાં જુઠા લગ્ન સર્ટિફિકેટ બનાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. પત્નીએ દહેજ ઉત્પિડન અને ક્રૂરતાનો કેસ કર્યો હતો. આ મામલો હાઇકોર્ટ બાદ સુપ્રીમ પહોંચ્યો હતો, જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એવા નિવેદન અપાઇ રહ્યા છે કે મધ્યસ્થતાના પ્રયાસો નિષ્ફળ નિવડયા છે. રાજા મહારાજાની જેમ વ્યવહાર ના કરો. લોકશાહીની સ્થાપનાને 75 વર્ષ વીતી ગયા છે. અમને ખ્યાલ છે કે માત્ર અહંકારને કારણે સમજૂતી નથી થઇ શકી, જો વિવાદ રૂપિયાને લઇને હોય તો કોર્ટ તેનું નિરાકરણ લાવી શકે, જોકે આ માટે પક્ષકારોએ એક સામાન્ય સંમતિ પર પહોંચવું પડશે.

 

Related News

Icon