Stock news: વૈશ્વિક બજારોમાંથી મળેલા મજબૂત સંકેતો વચ્ચે, સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સત્ર, શુક્રવારે (2 મે) ભારતીય શેરબજાર લીલા નિશાનમાં બંધ થયું. જોકે, ફાર્મા અને મેટલ શેરોમાં વેચવાલીથી બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી 50 માં શરૂઆતની તેજી સિમિત દાયરામાં આવી ગઇ હતી. શુક્રવારે ભારતીય શેરબજાર લીલા નિશાન પર બંધ થયું. પરંતુ રોકાણકારોએ ઊંચા સ્તરે નફો બુક કરાવતા ઇન્ટ્રાડે હાઈથી તેમાં ઘટાડો જોવા મળ્યો, જેના કારણે સત્રના બીજા ભાગમાં બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં તીવ્ર ઉલટફેર થયો.

