ઉત્તર પ્રદેશના આગ્રામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સંયુક્ત કુટુંબમાં રહેતી પરિણીત મહિલાએ તેને મળવા આવેલા બોયફ્રેન્ડને પટારામાં પૂરી દીધો હતો. મહિલાના સાસરિયાઓએ આ પ્રેમી યુવકને બહાર ખેંચીને ખૂબ માર માર્યો. સૂચના મળતાં પોલીસ આ મામલાની તપાસમાં જોડાઈ ગઈ છે.
માહિતી અનુસાર એક રાત્રે પરિણીત મહિલાના બેડરૂમમાંથી પુરુષનો અવાજ આવતાં મહિલાના જેઠને શંકા ગઈ. જેઠે ઘરના અન્ય સભ્યોને ત્યાં બોલાવી લીધા અને દરવાજો ખખડાવ્યો. દરવાજો ખોલતાં પહેલાં મહિલાએ પોતાના બોયફ્રેન્ડને રૂમમાં રાખેલા પટારામાં કપડાં નીચે છુપાવી દીધો હતો. ઘરવાળાઓએ આખા રૂમમાં તેને શોધ્યો, પરંતુ તે ક્યાંય ન મળ્યો.
આ શોધખોળ દરમિયાન ઘરવાળાઓની નજર પટારા પર પડી, જેની એક કુંડી અંદરની તરફ દબાયેલી હતી. શંકા થતાં તેમણે પટારાનું ઢાંકણ ખોલ્યું. ઢાંકણ ખોલતાં જ ઉપર પડેલાં કપડાં હટાવ્યાં. કપડાં હટાવતાં જ છુપાયેલો બોયફ્રેન્ડ બધાની નજર સામે આવી ગયો. બોયફ્રેન્ડને જોતાં જ ઘરવાળાઓનો ગુસ્સો આસમાને પહોંચી ગયો અને તેમણે તેના વાળ પકડીને પટારાના ઢાંકણ સાથે અથડાવ્યો, થપ્પડ મારી અને લાકડીઓથી માર માર્યો. આ મારામારીમાં ગામના લોકો પણ જોડાયા અને તેમણે પણ યુવકને માર્યો.
પતિ તેનો પ્રેમી બંને મિત્રો છે
પોલીસે જણાવ્યું કે આરોપી બોયફ્રેન્ડનું નામ અજય છે અને તે બાહ તહસીલનો રહેવાસી છે. ફતેહાબાદ વિસ્તારના એક ગામમાં રહેતી એક મહિલાનો પતિ તેનો પ્રેમી બંને મિત્રો છે અને ટ્રક ડ્રાઈવર છે. પ્રેમી યુવક છેલ્લા 5 વર્ષથી મહિલાના સંપર્કમાં હતો. બંને ઘણીવાર મળતા પણ હતા.

