રાજ્યમાં વધુ એક સમુહ લગ્નમાં છેતરપિંડીનો બનાવ બન્યો છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટમાં 27 એપ્રિલ, 2025ના રોજ શિવાજી સેના દ્વારા આયોજિત 555 દીકરીઓના સમૂહ લગ્નમાં છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. આયોજકોએ વર-કન્યાઓને અસલી દાગીનાને બદલે નકલી દાગીના આપ્યા હોવાનું બહાર આવતાં લખતરના એક પરિવારે કુવાડવા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.
અસલી દાગીનાને બદલે નકલી દાગીના આપ્યા
આ ઘટનાને પગલે આયોજક વિક્રમ સોરાણી સહિતના સંગઠનના સભ્યોએ વિડિયો જાહેર કરીને સ્પષ્ટતા કરી હતી. વિડિયોમાં વિક્રમ સોરાણીએ જણાવ્યું કે દાગીના દાતાઓ તરફથી આપવામાં આવ્યા હતા, અને જો ડુપ્લિકેટ દાગીના મળ્યા હોય તો લોકો તેમની ઓફિસે પરત કરી શકે છે.
કુવાડવા પોલીસ સ્ટેશનમાં અરજી
તેમણે આ બનાવ બદલ માફી માગી અને ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તે માટે મર્યાદિત સમૂહ લગ્નનું આયોજન કરવાની વાત કરી હતી..તો બીજી તરફ આ મામલે તપાસ થશે કે પછી સંપૂર્ણ ભીનું સંકેલાઈ જશે તે હવે જોવાનું રહ્યું.