ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં લોકબંધુ હોસ્પિટલ (Hospital) માં મોડી રાત્રે આગ લાગી હતી. જેના કારણે લોકો ગભરાઈ ગયાહતા. હોસ્પિટલ(Hospitalના બીજા માળે મહિલા વોર્ડ અને ICUમાં આગ લાગી હતી. જેના કારણે આખા ફ્લોર પર ધુમાડો ફેલાઈ ગયો.
ફાયર બ્રિગેડની તત્પરતા, હોસ્પિટલ સ્ટાફની કાર્યક્ષમતાથી 200 દર્દીઓનો બચ્યો જીવ
ફાયર બ્રિગેડની તત્પરતા, હોસ્પિટલ સ્ટાફની કાર્યક્ષમતા અને વહીવટી અધિકારીઓના સંચાલનને કારણે, 200 દર્દીઓને તાત્કાલિક બહાર કાઢીને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હોસ્પિટલમાં લાગેલી આગના વીડિયો પણ સામે આવ્યા છે, જેને જોઈને તમે પોતે જ અંદાજ લગાવી શકો છો કે દર્દીઓના જીવ કેવી રીતે બચી ગયા.
મહિલા વોર્ડ અને ICUમાં ભયાનક આગ લાગી
લખનૌ ફાયર બ્રિગેડના સીએફઓ મંગેશ કુમારે જણાવ્યું હતું કે અમને રાત્રે 9:44 વાગ્યે માહિતી મળી હતી અને માહિતી મળતાની સાથે જ અમારી આખી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જ્યારે ટીમ અહીં પહોંચી ત્યારે તેમણે જોયું કે આગના ડરથી ઘણા લોકો ભાગી રહ્યા હતા. જ્યારે કેટલાક લોકો હોસ્પિટલની બારીઓમાંથી ડોકિયું કરી રહ્યા હતા અને કૂદવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ઉપરાંત, કેટલાક લોકો સીડી પરથી નીચે દોડી રહ્યા હતા.
એક પછી એક દર્દીને બચાવી લેવામાં આવ્યા
આગ લાગ્યા પછી, ફાયર બ્રિગેડ ટીમ, પોલીસકર્મીઓ અને હોસ્પિટલ સ્ટાફની મદદથી દર્દીઓને એક પછી એક બચાવી લેવામાં આવ્યા. વીડિયોમાં જોઈ શકાય છે કે દર્દીઓને વેન્ટિલેટર દ્વારા પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ પછી તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.