ઉનાળાની ઋતુમાં ગરમીથી બચવા માટે, આપણે શક્ય તેટલી ઠંડી વસ્તુઓનું સેવન કરીએ છીએ. જેથી શરીરને ઠંડકનો અનુભવ થાય. અને આપણા શરીરને તાજગી મળે. આવી સ્થિતિમાં, ઠંડા પીણાં ઉપરાંત, બીજો વિકલ્પ આઈસ્ક્રીમનો છે. જે મોટાભાગના લોકોને ભાવે છે. બાળકો હોય કે મોટા, આઈસ્ક્રીમનું નામ સાંભળતા જ દરેકના મોઢામાં પાણી આવી જાય છે. બજારમાં તમને અનેક પ્રકારના આઈસ્ક્રીમ મળે છે. આ ઉપરાંત, ઉનાળામાં દરેક વ્યક્તિ દૂધ અને ડ્રાય ફ્રુટ્સથી ભરેલી કુલ્ફી પણ પસંદ કરે છે. ઠંડી કુલ્ફીનું ક્રીમી ટેક્સચર મોંમાં જતા જ પીગળી જાય છે.

