Home / Gujarat / Gandhinagar : Amidst the conflict on the border, a series of meetings are held under the chairmanship of the CM in Gandhinagar

Gandhinagar news: સરહદે સંઘર્ષ વચ્ચે ગાંધીનગરમાં CMની અધ્યક્ષમાં બેઠકોનો દોર

Gandhinagar news: સરહદે સંઘર્ષ વચ્ચે ગાંધીનગરમાં CMની અધ્યક્ષમાં બેઠકોનો દોર

Gandhinagar news:  ભારત-પાકિસ્તાન સરહદ પર હાલ સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં નેવી, કોસ્ટ ગાર્ડ અને બીએસએફના અધિકારીઓ સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સિવાય બેઠકમાં જનતાને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી હતી.આ બેઠકમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી અનુસાર, ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વર્તમાન સ્થિતિને લઈ સમીક્ષા કરવામાં આવી હતી. બીએસએફ, નેવી અને કોસ્ટ ગાર્ડના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે આભાર માન્યો હતો. તેમને જણાવ્યું હતું કે, દરેક સીમા પર જિલ્લા સ્તરે તમામ પ્રિવ્યવસ્થા  કરવામાં આવી છે, કોઈપણ મહત્વ પૂર્ણ નિર્ણય હશે તે રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર દ્વારા જાણ કરવામાં આવશે. સરહદી જિલ્લાઓમાં અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી હતી. જિલ્લા સ્તરે કોઈપણ માહિતી આપવામાં આવે તો સૌ નાગરિકોએ તેનું પાલન કરવું જોઈએ તેમ સીએમે જણાવ્યું હતું. 

આ ઉપરાંત ગુજરાતના વિવિધ જિલ્લામાં સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટા મેસેજ ફેલાવનારા પર ફરિયાદ કરવામાં આવી છે. દેશની સેનાનું મનોબળ તોડવા અને દેશ વિરોધી ટ્વિટ કરનારા સામે કાર્યવાહી કરાઈ છે. આવા 4 લોકો.વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે. હજુ પણ કોઈ આ પ્રકાર ની માહિતી ફેલાવશે તો કાર્યવાહી કરવામા આવશે તેમ જણાવ્યું હતું. 

 

 

Related News

Icon