
Mehsana News: ગુજરાતમાં હાર્ટ એટેકની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. હજુ ગઈકાલે જ એક બસ ચાલકને ફરજ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો ત્યારે આજે મહેસાણામાંથી પણ આ પ્રકારની જ ઘટના સામે આવી રહી છે. મહેસાણા વહેલી સવારે EECO કાર ચાલકને હાર્ટ એટેક આવ્યો હતો.
પાલાવાસણાથી નદાસા ઇકો કાર લઈને જતા હતા તે દરમિયાન અચાનક જ હાર્ટ એટેક આવ્યો. અને ચાલકે કાર પરથી પોતાનો કાબુ ગુમાવ્યો હતો. જેથી ઇકો પર કાબુ ગુમાવતા જય અંબે કોમ્પલેક્ષના દુકાનમાં ઘૂસી ગઈ હતી. જો કે, તાત્કાલિક 108 દ્વારા કાર ચાલકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.