ગુજરાત રાજ્યના મહેસાણામાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં મહેસાણાના બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી 6 કિશોર ફરાર થયા છે. કાયદાના સંઘર્ષમાં આવેલા 6 કિશોર ભાગી છૂટ્યા હતા. બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી ભાગી છૂટેલા 6 કિશોર હત્યાના અને દુષ્કર્મના ગુનાના કાયદાના સંઘર્ષમાં રાખવામાં આવ્યા હતા.
CCTV આવ્યા સામે
આ કિશોરો સિક્યુરિટી ગાર્ડને ધક્કો મારીને ભાગવામાં સફળ રહ્યા હતા. સિક્યુરિટી ગાર્ડ તમને ઝડપે તે પહેલાં જ રફુચક્કર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં કિશોરો સિક્યુરીટી ગાર્ડને ધક્કો મારીને ફરાર થાય છે.
બાળ ઓબ્ઝર્વેશન હોમમાં બે સિક્યુરિટીના ભરેસો 60 કિશોર
આ બાળ ઓબ્ઝર્વેશન હોમમાં 60 કિશોરોને રાખવામાં આવ્યા છે. સમગ્ર મામલે બાળ ઓબ્ઝર્વેશન હોમના અધિક્ષક પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે, ઉલ્લેખનીય છે કે આ પહેલા બાળ ઓબ્ઝર્વેશન હોમમાં સિક્યુરિટી વધારવા અને 2 ગેટ લગાવવામાં સૂચના આપવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ અમલ કરવામાં આવ્યો નહોતો.