ગ્લોબલ વોર્મિંગ ના કારણે અનેક સમસ્યા ઓ ઉભી થઇ રહી છે. જેના માટે જો કોઈ જવાબદાર હોય તો એ માત્ર માનવજાત છે. આડેધડ વૃક્ષો નું નિકંદન અને પ્રદુષણ ફેલાવના કારણે સમગ્ર દેશ અને વિશ્વ તેનું ગંભીર પરિણામ ભોગવી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં મહેસાણા જિલ્લાના એક શિક્ષક અને તેમની ટીમ છેલ્લા 3 વર્ષથી ભગીરથ કાર્ય કરી રહી છે.
શિક્ષક અને તેની ટીમ સતત કાર્યરત
ગુજરાત પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષારોપણ હવે જન જન સુધી પહોંચી રહ્યું હોય એવું લાગી રહ્યું છે ત્યારે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના નવાપુરાના શિક્ષક વિક્રમ પરમાર અને તેમની ટીમ વૃક્ષારોપણ માટે અનોખી ઝુંબેશ શરૂ કરી છે.મહેસાણાથી બનાસકાંઠાની અરવલ્લીની ગિરિમાળાઓ સુધી વિવિધ વનસ્પતિ બીજનું વિકિરણ થકી વૃક્ષારોપણ શરૂ કર્યું છે.
175 કરોડથી વધુ વૃક્ષારોપણ કર્યા
કારમાં જ પર્યાવરણ બચાવો અભિયાન હેઠળ બીજ વિકિરણ કાર્યક્રમ હેઠળ 175 કરોડથી વધુ વૃક્ષારોપણ મહેસાણાથી સુરેન્દ્રનગર, સાબરકાંઠા, સહિત બનાસકાંઠાના પહાડી વિસ્તાર સુધી ઝુંબેશ શરૂ કરી છે અગાઉ વિક્રમ પરમારે460 કરોડ બીજનું વિકિરણ કરવામાં આવ્યું હતું.