Home / Gujarat / Kutch : Operation Sindoor Memorial Park to be built in Kutch

કચ્છમાં Operation Sindoor મેમોરિયલ પાર્ક બનશે, આઠ હેક્ટર જમીન પર દોઢ વર્ષમાં બનીને તૈયાર થશે

કચ્છમાં Operation Sindoor મેમોરિયલ પાર્ક બનશે, આઠ હેક્ટર જમીન પર દોઢ વર્ષમાં બનીને તૈયાર થશે

ભારત સરકારે પાકિસ્તાનમાં આતંકીઓનો ખાત્મો બોલાવવા માટે Operation Sindoor ચલાવ્યું હતું જે સફળ રહ્યું છે. હવે ગુજરાત સરકારે કચ્છમાં Operation Sindoorને સમર્પિત એક સ્મારક બનાવવાનો પ્લાન તૈયાર કર્યો છે. આ પાર્ક સુરક્ષાદળો પ્રત્યે સમ્માન સાથે રાષ્ટ્ર દ્વારા પ્રદર્શિત એકતાને પણ પ્રતિબિંબિત કરશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કચ્છમાં બનશે સિંદૂર વન

ગુજરાત સરકાર દ્વારા પ્લાન કરવામાં આવેલા આ પાર્કનું નામ 'સિંદૂર વન' તરીકે ઓળખાશે. આ પાર્ક ભારત-પાકિસ્તાન સરહદ પર કચ્છ જિલ્લામાં બનાવવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે સ્મારક દોઢ વર્ષમાં બનીને તૈયાર થવાની આશા છે. સાથે જ અધિકારીઓએ જણાવ્યું કે જમીન પર શરૂઆતનું કામ શરૂ થઇ ગયું છે.

કચ્છના કલેક્ટરે શું કહ્યું?

કચ્છના કલેક્ટર આનંદ પટેલે જણાવ્યુ કે ઓપરેશન સિંદૂર દરમિયાન સમાજ, સેના, વાયુ સેના, BSF અને અન્ય પક્ષો દ્વારા પ્રદર્શિત એકતાની યાદમાં વન વિભાગ દ્વારા સિંદૂર વન એક સ્મારક પાર્કની યોજના બનાવવામાં આવી રહી છે.

PM મોદીએ Operation Sindoor બાદ કર્યો હતો કચ્છનો પ્રવાસ

Operation Sindoor માટે બનનારા સિંદૂર વન ભૂજ-માંડવી રોડ પર મિર્ઝાપુરમાં વન વિભાગની આઠ હેક્ટર જમીન પર બનાવવામાં આવશે. કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે આ ધરતી પર તે ભાગ પણ સામેલ છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Operation Sindoor બાદ ગુજરાતના પ્રથમ પ્રવાસ દરમિયાન એક સાર્વજનિક બેઠક કરી હતી.

PM મોદીને આપવામાં આવ્યો હતો સિંદૂરનો છોડ

26 મેની જનસભા દરમિયાન વડાપ્રધાનને માધાપરની મહિલાઓએ 'સિંદૂરનો છોડ' ભેટ કર્યો હતો જેને 1971 યુદ્ધ દરમિયાન ભૂજ એરબેઝ રનવેને 72 કલાકની અંદર રિપેર કરવામાં મદદ કરી હતી. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે તે આ છોડને પીએમ હાઉસ લઇ જશે જ્યાં વટવૃક્ષ બની જશે.

કચ્છના મુખ્ય વન સંરક્ષક સંદીપ કુમારે જણાવ્યુ કે, સિંદૂર વન, ઓપરેશન સિંદૂર પર આધારિત એક થીમ આધારિત સ્મારક પાર્ક હશે જેમાં આઠ હેક્ટર ધરતી પર જડીબુટ્ટી, છોડ સહિત ઉચ્ચ ઘનત્વ ધરાવતા વૃક્ષો વાવવામાં આવશે. 

સ્થાનિક પર્યાવરણ અને માટીની સ્થિતિના અનુકૂળ સિંદૂર છોડની સાથે સાથે લગભગ 36 છોડની પ્રજાતિની ઓળખ કરવામાં આવી છે. પ્રતિ હેક્ટર 10,000 છોડ લગાવવાની યોજના બનાવવામાં આવી છે જે ભૂજના સૌથી ગીચ જંગલમાંથી એક હશે. સિંદૂર વનમાં આવતા પ્રવાસીઓને ઓપરેશન સિંદૂર દરમિયાન ઉપયોગ કરવામાં આવેલા ઉપકરણ અને વિમાનોના ડાયોરમા પણ જોવા મળશે.

 

Related News

Icon