Home / Auto-Tech : The country's cheapest electric car will be available at a low pric NEWS

Auto News : દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર, મળશે આ શાનદાર ફીચર્સ

Auto News : દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર, મળશે આ શાનદાર ફીચર્સ

MG મોટર મે 2025માં તેની લગભગ સમગ્ર લાઇનઅપ પર બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. જો તમે MG Astor, Hector, Gloster અને Comet EV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે આ મે મહિનામાં આકર્ષક ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આજે તમને દેશની સૌથી સસ્તી ઈ-કાર MG Comet EV પર ઉપલબ્ધ ડિસ્કાઉન્ટ ઓફર વિશે જણાવશું. આ ઑફર્સ રોકડ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ, લોયલ્ટી બોનસ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટના રૂપમાં ઉપલબ્ધ છે. અહીં નીચે આપેલા ચાર્ટમાં આ મહિને ઉપલબ્ધ ડિસ્કાઉન્ટ ઑફર્સની વિગતો જાણો...

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store
વેરિયન્ટ  મોડેલ વર્ષ રોકડ ડિસ્કાઉન્ટ લોયલ્ટી બોનસ કોર્પોરેટ ડિસ્કાઉન્ટ કુલ
એક્સક્લુઝિવ 2024 Rs 20,000 Rs 20,000 Rs 5,000 Rs 45,000
એક્સક્લુઝિવ FC & એક્સાઈટ  FC 2024 Rs 15,000 Rs 20,000 Rs 5,000 Rs 40,000
એક્સાઈટ અને 100Yrનું એડિશન 2024 Rs 10,000 Rs 20,000 Rs 5,000 Rs 35,000
બ્લેકસ્ટોર્મ, એક્સાઈટ FC  અને એક્સક્લુઝિવ FC  2025 Rs 10,000 Rs 20,000 Rs 5,000 Rs 35,000
એક્સાઇટ  & એક્સક્લુઝિવ 2025 Rs 5,000 Rs 20,000 Rs 5,000 Rs 30,000

આ મહિને MY24 MG Comet EV પર 45,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આમાં 20,000 રૂપિયા સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ, 20,000 રૂપિયા સુધીનું લોયલ્ટી બોનસ અને 5,000 રૂપિયા સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ શામેલ છે. પરંતુ જો તમે આ EV ના નવા 2025 મોડેલ વર્ષ પર નજર રાખી રહ્યા છો, તો તમને ફક્ત 35,000 રૂપિયા સુધીની ઓફર મળશે, જે MY24 ઓફર કરતા 10,000 રૂપિયા ઓછી છે.

મે 2025 માં MG કાર ઓફર્સ અને ડિસ્કાઉન્ટ

મોડેલ ઓફરો
MG કોમેટ up to Rs 45,000
MG એસ્ટર up to Rs 1.45 lakh
MY25 MG હેક્ટર up to Rs 3.05 lakh
MY24 MG હેક્ટર up to Rs 3.92 lakh
MG ગ્લોસ્ટર up to Rs 5.50 lakh
Related News

Icon