
Surendranagar news: સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં હાર્દિક પ્રજાપતિ નામના યુવક પર બુટલેગરો દ્વારા જીવલેણ હુમલા કરાયો હોવા છતાં પોલીસ કાર્યવાહી ન કરતા પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ડીઆઈજી સમક્ષ આરોપ મૂક્યો હતો. ભાજપના સક્રિય કાર્યકર્તા અને બુટલેગર દ્વારા મહિલા ભાજપના આગેવાનના પુત્ર ઉપર હુમલો કરનાર પણ ભાજપનો સક્રિય કાર્યકર્તા અને બુટલેગર છે. આ શખ્સ સામે અપહરણ અને મારામારીની કલમો પોલીસે રદ કરી હોવાનો પણ આરોપ મૂકાયો છે.
મળતી વિગતો અનુસાર, સુરેન્દ્રનગરના પાટડી શહેરમાં હાર્દિક પ્રજાપતિ નામના યુવક પર બુટલેગરોએ હુમલો કર્યો હતો. જો કે, જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવા છતાં પણ પોલીસ તંત્રએ કોઈ કાર્યવાહી ન કરી હોવાનો આરોપ પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ લગાવ્યો હતો. જેથી આરોપી સામે પૂરતા પગલાં લેવાની તંત્ર સામે માંગ ઉઠાવી હતી.
હાલ હુમલો કરનાર ભાજપનો કાર્યકર અને બુટલેગર ફરાર પણ સોશિયલ મીડિયા પર મૂકે છે પોસ્ટ. જેથી આ શખ્સની તાત્કાલિક ધરપકડ કરાવી કાયદાનું ભાન કરાવવાની માંગ કરી છે. જેના પગલે સુરેન્દ્રનગર DIG દ્વારા આ સમગ્ર મામલા સ્પેશિયલ તપાસ LCB પી.આઈને સોંપવામાં આવી છે. નાસી છૂટેલો બુટલેગર અને ભાજપનો હુમલાખોર કાર્યકર્તાની અટકાયત કરવા પણ તાત્કાલિક ટીમો રવાના કરવામાં આવી છે.