Home / World : Mob lynching of Hindu businessman in Bangladesh,killed and danced on his body

બાંગ્લાદેશમાં હિન્દુ વેપારીનું મોબ લિંચિંગ, ક્રુરતાપૂર્વક મોત નીપજાવી મૃૃતદેહ પર નાચ્યું ટોળું

બાંગ્લાદેશમાં હિન્દુ વેપારીનું મોબ લિંચિંગ, ક્રુરતાપૂર્વક મોત નીપજાવી મૃૃતદેહ પર નાચ્યું ટોળું

બાંગ્લાદેશની રાજધાની ઢાકાના જૂના વિસ્તારમાં એક હિન્દુ વેપારી લાલચંદ સોહાગની ટોળાએ માર મારીને હત્યા કરી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. ઢાકાની અગ્રણી યુનિવર્સિટીના સેંકડો વિદ્યાર્થીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને વચગાળાની સરકારની નિષ્ક્રિયતા સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, વીડિયોમાં જોઈ શકાય છે કે હુમલાખોરોએ સોહાગને કોંક્રિટ સ્લેબથી બેરહેમીપૂર્વક  માર માર્યો હતો. અને તેનું મોત નહિ નીપજ્યું ત્યાં સુધી માર મારતા રહ્યા. ક્રૂરતાની હદ અહીં જ અટકી નહીં, હુમલાખોરો તેના મૃતદેહ પર નાચતા જોવા મળ્યા. આ ઘટના મિટફોર્ડ હોસ્પિટલની સામે બની હતી, જ્યાં તેના પર ધોળા દિવસે હુમલો કરવામાં આવ્યો હતો. એવો આરોપ છે કે હુમલાખોરો ખંડણીખોર હતા.

બાંગ્લાદેશના પ્રથમ અલો અખબાર અનુસાર, લાલ ચંદની બહેન મંજુઆરા બેગમે કોતવાલી પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધાવ્યો છે, જેમાં 19 નામાંકિત આરોપીઓ સાથે 15-20 અજાણ્યા લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. પોલીસે અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરી છે, જેમાંથી બે ગેરકાયદેસર હથિયારો ધરાવતા મળી આવ્યા છે.

વિદ્યાર્થીઓનો વિરોધ

આ ઘટના પછી BRAC યુનિવર્સિટી, NSU, ઇસ્ટ વેસ્ટ યુનિવર્સિટી અને ઢાકા યુનિવર્સિટી સહિત ઘણી સંસ્થાઓના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સરકારની નિષ્ફળતા સામે વિરોધ કર્યો હતો. કેમ્પસ 'આ રાક્ષસોને મારવાનો અધિકાર કોણે આપ્યો?' જેવા નારાઓથી ગુંજી ઉઠ્યું.

આ ઘટનામાં સામેલ BNP કાર્યકરો

 ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના યુવા પાંખના કાર્યકરોના એક જૂથ દ્વારા સોહાગની હત્યા કરવામાં આવી હતી. લાલ ચંદ પોતે પણ BNPના ભૂતપૂર્વ કાર્યકર હતા. જોકે, પાર્ટીએ કહ્યું કે તેણે લિંચિંગના 4 આરોપીઓને તાત્કાલિક પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે.

આવી ઘટના અગાઉ પણ બની હતી

તમને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં આવી જ બીજી એક ઘટના બની હતી. જેમાં ડ્રગના વેપારમાં સામેલ હોવાના આરોપમાં મધ્ય કુમિલાના મુરાદનગર વિસ્તારમાં એક મહિલા અને તેના પુત્ર અને પુત્રીને માર મારીને હત્યા કરવામાં આવી હતી.

લઘુમતીઓ પર ટોળાની હિંસા અને હુમલામાં વધારો

૨૦૨૪માં ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની સરકાર વિરુદ્ધ હિંસક આંદોલન પછી બાંગ્લાદેશમાં ટોળાની હિંસાની ઘટનાઓમાં વધારો થયો છે. બાંગ્લાદેશ હિન્દુ-બૌદ્ધ-ખ્રિસ્તી એકતા પરિષદે ૧૦ જુલાઈના રોજ જણાવ્યું હતું કે ૪ ઓગસ્ટ, ૨૦૨૪ થી, એટલે કે છેલ્લા ૩૩૦ દિવસમાં, લઘુમતીઓ સામે ૨૪૪૨ ઘટનાઓ બની છે. આમાં હત્યા, મહિલાઓ પર જાતીય હુમલો, ધાર્મિક સ્થળો પર હુમલો, મિલકતો પર કબજો જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે.

Related News

Icon