
આવતીકાલે ગુજરાત સહિત સરહદી રાજ્યોમાં થનારી મોકડ્રીલ વહીવટી કારણોસર નિર્ણય મોકૂફ રાખવામાં આવી છે. તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે મોકડ્રીલ માટેની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
https://twitter.com/ANI/status/1927765442023547045
જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને લઈને ગુજરાત સહિત દેશના અનેક જિલ્લામાં મોક ડ્રીલ થઈ હતી. જ્યારે સરહદ પર સીઝફાયર બાદ સિવિલ ડિફેન્સે ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં ફરી મોક ડ્રીલ યોજવાનો નિર્ણય કર્યો હતો પરંતુ વહીવટી કારણોસર મોકૂફ રાખવામાં આવી છે.
https://twitter.com/ANI/status/1927762240612024428
પાકિસ્તાનથી જોડાયેલા ગુજરાત સહિત સરહદી રાજ્યોમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં સાંજે 5 થી 8 વાગ્યા સુધી 'ઓપરેશન શિલ્ડ' મોક ડ્રીલ યોજવાનો નિર્ણય કરાયો હતો. આ ડ્રીલનો હેતુ કટોકટીની સ્થિતિમાં નાગરિકો અને વહીવટી તંત્રની તૈયારી તપાસવાનો છે, જેથી કોઈપણ સંભવિત જોખમનો સામનો કરી શકાય. દેશના લોકોને યુદ્ધની સ્થિતિ અંગે જાગ્રત કરાશે. યુદ્ધ દરમિયાન બચાવ કામગીરીની તાલીમ આપવામાં આવશે.