Home / India : Census to be held in the country in 2027 Modi government

દેશમાં 2027માં થશે વસ્તી ગણતરી, મોદી સરકારે સત્તાવાર રાજપત્ર જાહેર કર્યો

દેશમાં 2027માં થશે વસ્તી ગણતરી, મોદી સરકારે સત્તાવાર રાજપત્ર જાહેર કર્યો

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ સચિવ, મહારજિસ્ટ્રાર અને વસ્તીગણતરી આયુક્ત તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે આગામી વસ્તીગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલી માહિતી અનુસાર, વસ્તીગણતરી કરાવવા અંગેનું નોટિફિકેશન 16 જૂન, 2025 ના રોજ સત્તાવાર રાજપત્રમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ, સ્ટાફની નિમણૂક, તાલીમ, ફોર્મેટની તૈયારી અને ક્ષેત્રીય કાર્યનું આયોજન કરવામાં આવશે. દેશમાં પહેલીવાર વસ્તી ગણતરી અને જાતિ વસ્તી ગણતરી એક સાથે હાથ ધરવામાં આવી રહી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બે તબક્કામાં થશે વસ્તી ગણતરી

આગામી વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કો મકાન સૂચીકરણ અને મકાનોની ગણતરી (HLO): આ તબક્કામાં દરેક પરિવારની રહેણાંક સ્થિતિ, સંપત્તિ અને સુવિધાઓ વિશેની માહિતી એકત્રિત કરવામાં આવશે.

બીજો તબક્કો (વસ્તી ગણતરી - PE): આ તબક્કામાં દરેક ઘરમાં રહેતા દરેક વ્યક્તિની વસ્તીવિષયક, સામાજિક-આર્થિક, સાંસ્કૃતિક અને અન્ય માહિતી એકત્રિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ વસ્તીગણતરીમાં જાતિ ગણના પણ કરવામાં આવશે.

ભારતમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા માર્ચ, 2027માં પૂર્ણ થશે. જે લગભગ 21 મહિને પૂર્ણ થશે. વસ્તી ગણતરીનો પ્રાથમિક ડેટા માર્ચ 2027માં જારી થશે છે. તેમજ વિગતવાર જારી થવામાં ડીસેમ્બર, 2027 સુધીનો સમય લાગી શકે છે. 

Related News

Icon