ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. શુભમન ગિલની આગેવાની હેઠળની આ ટીમમાં યુવાનોને તક અપાઈ છે. પરંતુ અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને મિડલ ઓર્ડર બેટ્સમેન સરફરાઝ ખાનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. ઈજામાંથી પાછા ફર્યા બાદ મોહમ્મદ શમી ટીમમાં સ્થાન મેળવવા સતત મહેનત કરી રહ્યો છે. આ દરમિયાન શમી ફરી ઈજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવ્યા છે. આ કારણોસર BCCI કોઈ જોખમ લેવા માંગતું નથી. ટીમની જાહેરાત પછી, પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે મોહમ્મદ શમી વિશે આ વાત કહી છે.

