
IPL 2025 ની વિજેતા ટીમને 20 કરોડ રૂપિયાની બમ્પર ઇનામી રકમ મળશે. તે જ સમયે ફાઇનલમાં હારનારી ટીમને કરોડો રૂપિયા પણ મળશે. આ સાથે કેટલાક અન્ય પુરસ્કારો પણ આપવામાં આવનાર છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે છે. આ મેચ પછી, એક ઇનામ સમારોહનું આયોજન થવાનું છે, જેમાં વિજેતા અને રનર-અપ ટીમ પર પૈસાનો વરસાદ થશે. આ સાથે, કેટલાક અન્ય પુરસ્કારો પણ આપવામાં આવનાર છે.
રિપોર્ટ મુજબ, આ વખતે પણ IPL માં ઇનામી રકમ ગત સિઝન જેટલી જ હશે. આ વખતે પણ ચેમ્પિયન બનનારી ટીમ 20 કરોડ રૂપિયા લેશે, જ્યારે ફાઇનલમાં હારનારી ટીમને 12.5 કરોડ રૂપિયા મળશે. ત્રીજા ક્રમે આવનારી ટીમને 7 કરોડ રૂપિયા અને ચોથી ક્રમે આવનારી ટીમને 6.5 કરોડ રૂપિયા મળશે.
IPL 2025 ની ઈનામી રકમ
- વિજેતા ટીમ - 20 કરોડ રૂપિયા
- રનર-અપ - 12.5 કરોડ રૂપિયા
- ત્રીજા ક્રમે રહેલી ટીમ - 7 કરોડ રૂપિયા
- ચોથા ક્રમે રહેલી ટીમ - 6.5 કરોડ રૂપિયા
- સિઝનમાં સૌથી વધુ વિકેટ (પર્પલ કેપ) - 10 લાખ રૂપિયા
- સિઝનમાં સૌથી વધુ રન (ઓરેન્જ કેપ) - 10 લાખ રૂપિયા
- સિઝનનો ઉભરતો ખેલાડી - 10 લાખ રૂપિયા
- સિઝનનો સૌથી મૂલ્યવાન ખેલાડી - 10 લાખ રૂપિયા
- સિઝનમાં સૌથી વધુ છગ્ગા - 10 લાખ રૂપિયા
- સિઝનનો શ્રેષ્ઠ કેચ - 10 લાખ રૂપિયા
- સિઝનમાં સૌથી વધુ ચોગ્ગા: 10 લાખ રૂપિયા
- પિચ અને ગ્રાઉન્ડ એવોર્ડ: 50 લાખ રૂપિયા
ફાઇનલમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. એટલે કે RCB પહેલા બેટિંગ કરવા ઉતર્યું.