VIDEO: છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ વરસ્યા બાદ ઠેર-ઠેર પાણી ભરાવાના અને હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે. બીજી તરફ છોટાઉદેપુર તાલુકાના મંડળવા ગામે ડામર ફળિયામાં આવેલા કાચા રસ્તાને તંત્ર કયારે રિપેર કરે એના કરતાં એટલે આખરે ગ્રામજનોએ જાત મહેનત જિંદાબાદ કરી બધાએ ભેગા મળીને રસ્તાને રિપેર કરવા લાગી ગયા હતા. જેથી તંત્રની રાહ જોયા વગર જ ઝાઝા હાથ રળિયામળા મળીને આખરે ચોમાસામાં જ પાણી ભરેલા રસ્તાને લોકોએ રિપેર કરી દીધો. અને સમાજ અને તંત્ર માટે એક ઉદાહરણ પૂરું પાડયું હતું.
છોટાઉદેપુર તાલુકાના મંડળવા ગામમાં આવેલા ડામર ફળિયામાં 400થી વધુ લોકો રહે છે. દર વર્ષે ચોમાસાની અંદર લોકોને રસ્તાના અભાવે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે અંગે આજથી બે વર્ષ પહેલાં છોટાઉદેપુર તાલુકાના મંડળવા ગામના લોકોએ રસ્તો બનાવવા તંત્રને રજૂઆત કરવા છતાં કામગીરી ન થતા ગ્રામજનોએ જાતે રસ્તો રિપેર કરી નાખ્યો હતો.