અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનાને હજુ સુધી એક મહિનો પણ પુરો થયો નથી ત્યાં તો અમદાવાદના EKA ક્લબ ખાતે સ્વિમિંગ પુલની દિવાલમાં તિરાડ પડતાં અફરાતફરી મચી જવા પામી હતી. એકા ક્લબ ખાતે આયુષ ઇન્ડિયાનું એક્ઝિબિશન ચાલુ રહ્યું હતું. તે દરમિયાન છત પર આવેલા સ્વિમિંગની દિવાલ તૂટી પડતાં પાણી લીકેજ થવા લાગ્યું હતું. જેથી ઘટનાસ્થળે હાજર લોકોમાં ભારે ભાગદોડ મચી ગઇ હતી. જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઇ છે. હાલ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

