
અમદાવાદમાં દર ચોમાસામાં રોડ પર પડતાં ખાડાની સમસ્યાથી નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ તંત્રના પાપે શહેરીજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. શહેરના બાપુનગર થી સરસપુર જતા રોડ ઉપર ઠેર ઠેર ખાડા જોવા મળતા વાહનચાલકોમાં રોષની લાગણી છે.
અમદાવાદમાં વરસાદી માહોલ માં ખાડારાજ જોવા મળ્યો છે. બાપુનગર થી સરસપુર જતો રોડ ખખડધજ બન્યો છે. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે છતાં રોડનું કામ કરાતું નથી. વોરાના રોજા અને ઈટ વાળા પટ્ટામાં રોડ તૂટવાની સમસ્યાથી સ્થાનિકો તથા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. જો કોઈ અકસ્માત કે જાનહાનિ થશે તો જવાબદાર કોણ તેવી ચર્ચા લોકો કરી રહ્યા છે.