Home / Auto-Tech : World's No. 1 two-wheeler company sees huge drop in sales

Auto News : વિશ્વની નંબર-1 ટુ-વ્હીલર કંપનીના વેચાણમાં ભારે ઘટાડો

Auto News : વિશ્વની નંબર-1 ટુ-વ્હીલર કંપનીના વેચાણમાં ભારે ઘટાડો

વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર ઉત્પાદક કંપની હીરો મોટોકોર્પના વેચાણમાં અચાનક ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ગયા મહિને એટલે કે એપ્રિલ, 2025માં હીરો મોટોકોર્પે ફક્ત 3,05,406 યુનિટ મોટરસાયકલ વેચી. જ્યારે બરાબર 1 વર્ષ પહેલા એટલે કે એપ્રિલ, 2024માં આ આંકડો 5,33,585 યુનિટ હતો. આ સમયગાળા દરમિયાન હીરો મોટોકોર્પના ટુ-વ્હીલર વેચાણમાં વાર્ષિક ધોરણે 42.76 ટકાનો ઘટાડો જોવા મળ્યો. જ્યારે માસિક ધોરણે હીરો મોટોકોર્પના વેચાણમાં 44.43 ટકાનો ઘટાડો થયો છે. અહીં જાણો સંપૂર્ણ માહિતી વિગતવાર...

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મોટરસાઇકલના વેચાણમાં 42%નો ઘટાડો થયો

તમને જણાવી દઈએ કે હીરો મોટોકોર્પે ગયા મહિને કુલ 2,86,089 યુનિટ મોટરસાયકલ વેચી. જ્યારે બરાબર 1 વર્ષ પહેલા એટલે કે એપ્રિલ 2024માં, હીરો મોટોકોર્પે કુલ 4,96,542 યુનિટ મોટરસાયકલ વેચી હતી. આ સમયગાળા દરમિયાન હીરો મોટરસાઇકલના વેચાણમાં વાર્ષિક ધોરણે 42.38 ટકાનો ઘટાડો જોવા મળ્યો. આ સમયગાળા દરમિયાન હીરો મોટોકોર્પના કુલ વેચાણમાં એકલા મોટરસાયકલોનો હિસ્સો 93.67 ટકા હતો.

નિકાસમાં પણ ઘટાડો થયો

બીજી તફ હીરો મોટોકોર્પે ગયા મહિને કુલ 19,317 યુનિટ સ્કૂટર વેચ્યા. જ્યારે બરાબર 1 વર્ષ પહેલા એટલે કે એપ્રિલ, 2024માં આ આંકડો 37,043 યુનિટ હતો. તમને જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન હીરો સ્કૂટરના વેચાણમાં વાર્ષિક ધોરણે 47.79 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે હીરો મોટોકોર્પે ગયા મહિને કુલ 16,882 ટુ-વ્હીલર વાહનોની નિકાસ કરી હતી. જોકે, આ સમયગાળા દરમિયાન હીરો મોટોકોર્પની નિકાસમાં વાર્ષિક ધોરણે 16.79 ટકાનો ઘટાડો જોવા મળ્યો.

 

 

 

Related News

Icon