Home / Sports : CSK may buy Sanju Samson for IPL 2026

IPLમાંથી સન્યાસ લેશે એમએસ ધોની? સંજુ સેમસન પર દાવ લગાવી શકે છે CSK

IPLમાંથી સન્યાસ લેશે એમએસ ધોની? સંજુ સેમસન પર દાવ લગાવી શકે છે CSK

IPL 2026 સિઝન પહેલા ટ્રેડિંગ વિન્ડો જલદી ખુલવાની છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચેન્નાઇ સુપરકિંગ્સ (CSK)ની નજર રાજસ્થાન રોયલ્સના કેપ્ટન અને સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસન પર છે. જોકે, હજુ સુધી બન્ને ફ્રેન્ચાઇઝી વચ્ચે કોઇ ઔપચારિક વાતચીત થઇ નથી. CSKના એક સીનિયર અધિકારીએ પૃષ્ટી કરી છે કે તે સંજુ સેમસનને પોતાની ટીમમાં સામેલ કરવા માટે રસ ધરાવે છે. આ ચર્ચા એટલા માટે પણ મહત્ત્વની છે કારણ કે ચેન્નાઇ સુપર કિગ્સના કેપ્ટન એમએસ ધોનીની આગામી સિઝનમાં રમવાની આશા હજુ સ્પષ્ટ નથી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

CSK ધોનીના વિકલ્પ તરીકે આ ખેલાડીને સામેલ કરી શકે

CSKના સીનિયર અધિકારીએ કહ્યું, અમે નિશ્ચિત રીતે સંજુ સેમસનને ખરીદવામાં રસ ધરાવીએ છીએ. તે એક ભારતીય બેટ્સમેન છે જે વિકેટ કીપર અને ઓપનર પણ છે. તે ઉપલબ્ધ થાય તો તેને પોતાની ટીમમાં સામેલ કરવાનો વિકલ્પ પર જરૂર વિચાર કરીશું. જોકે, તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું કે ક્યા ખેલાડીના બદલે આ ટ્રેડ થશે, તેના પર કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

સેમસનની કિંમત અને સંભવિત ટ્રેડ

સંજુ સેમસનને રાજસ્થાન રોયલ્સે IPL 2025 સિઝન માટે 18 કરોડમાં રિટેન કર્યો હતો. આ રકમ પર CSKએ રૂતુરાજ ગાયકવાડને પણ રિટેન કર્યો હતો. એવામાં માનવામાં આવી રહ્યું છે કે જો ટ્રેડ થયું તો તે એક બરાબરની ડિલ હોઇ શકે છે પરંતુ CSK કોચ સ્ટીફન ફ્લેમિંગ પહેલા જ કહી ચુક્યો છે કે ગાયકવાડને લાંબા ગાળાના કેપ્ટનના રૂપમાં જોવામાં આવી રહ્યો છે, માટે તેના ટ્રેડ થવાનું શક્ય નથી.

અન્ય ટીમ પણ લાઇનમાં 

સૂત્રો અનુસાર ચેન્નાઇ સુપર કિંગ્સ એકલી ટીમ નથી જે સંજુ સેમસનને પોતાની ટીમમાં સામેલ કરવા માંગે છે. બે અન્ય ફ્રેન્ચાઇઝીઓએ પણ રાજસ્થાન રોયલ્સનો સંપર્ક કર્યો છે. RR મેનેજમેન્ટે તાજેતરમાં લંડનમાં IPL 18 સિઝનની સમીક્ષા બેઠક કરી હતી જેમાં રાહુલ દ્રવિડ પણ  હાજર હતા. આ બેઠકમાં સંજુ સેમસન સહિત કેટલાક ખેલાડીઓ પર આવેલા ટ્રેડ પ્રસ્તાવો પર ચર્ચા કરી હતી.

RR પાસે બે વિકેટ કીપર બેટ્સમેન

રાજસ્થાન રોયલ્સ પાસે સંજુ સેમસન સિવાય ધ્રુવ જુરેલ જેવા યુવા વિકેટ કીપર-બેટ્સમેન પણ હાજર છે. એવામાં જો ટીમને સેમસન માટે કોઇ મોટી ઓફર મળે છે તો તે તેના પર વિચાર કરી શકે છે.

IPL ટ્રેડિંગ વિન્ડો નિયમ

  • IPL 2025 સમાપ્ત થવાના 7 દિવસ બાદથી લઇને 2026 ઓક્શનના 7 દિવસ પહેલા સુધી ખેલાડી ટ્રેડ કરી શકાય છે.
  • કોઇ સિઝનમાં એક ખેલાડી માત્ર એક વખત જ ટ્રેડ થઇ શકે છે.
  • ટ્રેડ ત્યારે જ શક્ય બનશે જ્યારે ખેલાડી ફિટ હોય અને તમામ મેડિકલ પ્રક્રિયાઓ પૂર્ણ કરેલી હોય.
  • વિદેશ ખેલાડીઓ માટે સંબંધિત ક્રિકેટ બોર્ડ પાસેથી NOC લેવુ જરૂરી છે.
  • કોઇ પણ ટ્રેડમાં લીગ ફી કોઇ અલગ ચુકવણી ખેલાડી અથવા ટીમને કરવામાં આવતી નથી.

 

Related News

Icon